Last Updated on by Sampurna Samachar
મેચમાં કુલ ૨૩ બોલ રમીને ૬૫ રનની તોફાની ઈનિંગ રમી
યશસ્વી જાયસ્વાલના રેકોર્ડની બરાબરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૬ માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઉર્વિલ પટેલનું તોફાન જોવા મળ્યું હતું. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઉર્વિલ પટેલે પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસના પાનાઓમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ઉર્વિલે આ મેચમાં માત્ર ૧૩ બોલમાં અર્ધશતક ફટકાર્યું હતું.

ઉર્વિલ પટેલ હવે IPL ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે યશસ્વી જાયસ્વાલના તે રેકોર્ડની બરાબરી કરી છે, જે જાયસ્વાલે ૧૧ મે ૨૦૨૩ ના રોજ કોલકાતામાં ૧૩ બોલમાં બનાવ્યો હતો.
IPL ઈતિહાસની સૌથી ઝડપી ફિફ્ટી:
ઉર્વિલ પટેલ : ૧૩ બોલ
યશસ્વી જાયસ્વાલ : ૧૩ બોલ (૨૦૨૩)
કે.એલ. રાહુલ : ૧૪ બોલ (૨૦૧૮)
પેટ કમિન્સ : ૧૪ બોલ (૨૦૨૨)
રોમારિયો શેફર્ડ : ૧૪ બોલ (૨૦૨૫)
ઉર્વિલે ઈનિંગમાં ૮ છગ્ગા અને ૨ ચોગ્ગા ફટકાર્યા
ઉર્વિલ પટેલે આ મેચમાં કુલ ૨૩ બોલ રમીને ૬૫ રનની તોફાની ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગની ખાસ વાત એ હતી કે તેણે મેદાનની ચારેબાજુ શૉટ્સ ફટકાર્યા હતા. ઉર્વિલે પોતાની ઈનિંગમાં ૮ છગ્ગા અને ૨ ચોગ્ગા ફટકાર્યા હતા. તેના ૬૫ રનમાંથી ૫૬ રન તો માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી જ આવ્યા હતા.
પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નાઈ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વની હતી. લખનઉએ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈને ૨૦૪ રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. જાેકે, ઉર્વિલ પટેલની આક્રમક બેટિંગે મેચને એકતરફી બનાવી દીધી અને ઝ્રજીદ્ભ નું કામ સરળ કરી દીધું હતું.