Last Updated on by Sampurna Samachar
આંધ્રના બેટ્સમેન રિકી ભુઈ ટીમના વાઇસ કેપ્ટન
૨૩ ઓગસ્ટથી થશે શરૂઆત
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુલીપ ટ્રોફી ૨૦૨૬ ફર્સ્ટ-ક્લાસ ટૂર્નામેન્ટની શરૂઆત ૨૩ ઓગસ્ટથી થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ૬ ટીમો ભાગ લેશે, જેના નામ વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન, નોર્થ ઝોન, નોર્થ-ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન છે. હવે સાઉથ ઝોન ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેની કપ્તાની તિલક વર્માને સોંપવામાં આવી છે. તો આંધ્રના બેટ્સમેન રિકી ભુઈ ટીમના વાઇસ કેપ્ટન હશે.

આ પહેલીવાર નથી જ્યારે તિલક વર્મા કોઈ ટીમની કપ્તાની કરી રહ્યો હોય. આ પહેલા તે હૈદરાબાદ ટીમ અને ઈન્ડિયા છ ની કપ્તાની પણ કરી ચૂક્યો છે. સાઉથ ઝોનના સ્ક્વોડમાં કરુણ નાયર, શ્રેયસ ગોપાલ અને એન જગદીશન જેવા નામી ક્રિકેટરો પણ હાજર છે.
ફાઇનલ ૬ સપ્ટેમ્બરે શરૂ થશે
તિલક વર્મા ભારતીય ટી૨૦ ટીમનો નિયમિત ભાગ બનેલો છે અને તેનો વાઇસ કેપ્ટન પણ છે. ગયા વર્ષે દુલીપ ટ્રોફીમાં તિલક વર્મા રમ્યો નહોતો, ત્યારે ટીમની કપ્તાની મોહમ્મદ અઝહરુદ્દીને કરી હતી, જે આ વખતે ટીમનો ભાગ નથી. તિલક અત્યાર સુધી પોતાની ૨૩ મેચોની ફર્સ્ટ-ક્લાસ કરિયરમાં ૭ સદીની ઇનિંગ્સ સહિત ૧૫૬૨ રન બનાવી ચૂક્યો છે.
દુલીપ ટ્રોફી માટે સાઉથ ઝોન સ્ક્વોડ:- તિલક વર્મા (કેપ્ટન), રિકી ભુઈ (વાઇસ કેપ્ટન), એસ.કે. રશીદ, અભિનવ તેજરાના, આર સ્મરણ, એન જગદીશન, કે હિમાતેજા, કરુણ નાયર, ટી ત્યાગરાજન, શ્રેયસ ગોપાલ, કે સાઈ તેજા, ટી વિજય, અમન ખાન, વી કવરપ્પા.
ઈસ્ટ ઝોનની કમાન સંભાળશે ઈશાન કિશન :- ઈશાન કિશન (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઈસ-કેપ્ટન), અભિમન્યુ ઈસ્વરન, સુદીપ કુમાર ઘરામી, શાહબાઝ અહેમદ, સૂરજ સિંધુ જયસ્વાલ, મોહમ્મદ શમી, મુકેશ કુમાર, કુમાર કુશાગ્ર, શિખર મોહન, અનુકુલ રોય, વિરાટ સિંહ, સુભ્રાંશુ સેનાપતિ અને દાનિશ સરકાર. દુલીપ ટ્રોફીની શરૂઆત ૨૩ ઓગસ્ટથી થશે અને ફાઇનલ ૬ સપ્ટેમ્બરે શરૂ થશે. ગયા વર્ષે ફાઇનલ સુધી પહોંચનારી સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોનને ડાયરેક્ટ સેમિફાઇનલમાં એન્ટ્રી મળી છે. જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં ઈસ્ટ ઝોનની ટક્કર નોર્થ ઈસ્ટ ઝોન સાથે અને બીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં નોર્થ ઝોનની ટક્કર વેસ્ટ ઝોન સાથે થશે.