Last Updated on by Sampurna Samachar
ભારતે વેસ્ટ ઇન્ડિઝને ૮ વિકેટથી હરાવી
વિવાદાસ્પદ કેચને લઇ મેદાનમાં હોબાળો થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પાંચ મેચોની T૨૦ શ્રેણીના પ્રથમ મુકાબલામાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ૮ વિકેટથી કારમી હાર આપી છે.

ભારતે ૧૭૨ રનનો ટાર્ગેટ માત્ર ૧૪.૪ ઓવરમાં ચેઝ કરીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. કેપ્ટન શ્રેયસ ઐયરે ૪૩ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૬ સિક્સર સાથે અણનમ ૧૦૨ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જાેકે, આ મેચ દરમિયાન ઇશાન કિશનના એક વિવાદાસ્પદ કેચને કારણે મેદાન પર ભારે હોબાળો જાેવા મળ્યો હતો.
ઇશાન કિશનને નોટ આઉટ જાહેર કર્યો
અભિષેક શર્મા (૨૧ રન) અને સંજુ સેમસન (૧૧ રન) આઉટ થયા બાદ ઇશાન કિશન અને શ્રેયસ ઐયર રનચેઝ આગળ વધારી રહ્યા હતા. ૧૧ મી ઓવરમાં શમર સ્પ્રિંગરના પાંચમા બોલ પર ઇશાન કિશને ઑફ-સ્ટમ્પ બહાર શોટ મારવાનો પ્રયાસ કર્યો. બોલ બેટની કિનારી લઈને ડીપ કવર તરફ ગયો, જ્યાં ફિલ્ડર મેથ્યુ ફોર્ડે આગળ દોડીને ડાઇવ લગાવી જમીનથી અત્યંત નજીક કેચ પકડી લીધો હતો.
વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ વિકેટ મળ્યાની ખુશી મનાવવા લાગ્યા, પરંતુ ઓન-ફિલ્ડ અમ્પાયરોએ ર્નિણયની ચકાસણી માટે મામલો થર્ડ અમ્પાયર રોહન પંડિત પાસે મોકલ્યો હતો.
રિપ્લેમાં ફોર્ડની આંગળીઓ બોલ નીચે દેખાતી હતી, પરંતુ બોલ પકડતી વખતે હાથ અને જમીન વચ્ચે બોલ ઘાસને અડકી ગયો હોવાનું ઘણા એંગલ પરથી સ્પષ્ટ થયું હતું.
થર્ડ અમ્પાયરે બેનિફિટ ઓફ ડાઉટ આપીને ઇશાન કિશનને નોટ આઉટ જાહેર કર્યો. આ ર્નિણય આવતાં જ મેથ્યુ ફોર્ડ મેદાન પર જ બેસીને માથું પકડી રડમસ ચહેરે જાેવા મળ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના કોચ ડેરેન સેમી ડગઆઉટમાં થર્ડ અમ્પાયરના આ ર્નિણયથી અત્યંત નારાજ અને ગુસ્સે જાેવા મળ્યા હતા.