Last Updated on by Sampurna Samachar
માનવ સુથારે પોતાની બીજી ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો
ભારતીય ટીમે ૧-૦ની અજેય લીડ મેળવી લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે શ્રીલંકાને ૧૬૫ રનથી હરાવ્યું. ચોથી ઇનિંગમાં ૩૭૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ શ્રીલંકા ફક્ત ૨૦૬ રન જ બનાવી શક્યું. માનવ સુથારે પોતાની બીજી ટેસ્ટમાં ૧૦ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો. તેણે બીજી ઇનિંગમાં કુલ ૬ વિકેટ લીધી. આ સાથે ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે ૨૦૧૫ થી ચાલી રહેલી જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે.

સ્પિનર માનવ સુથારે ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સુથારે બંને ઇનિંગ્સમાં કુલ ૧૦ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ગાલે ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં માનવે ચાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં તેણે શ્રીલંકાના છ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ૨૦૨૭ના પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને
સુથારે અફઘાનિસ્તાન સામેની પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સાત વિકેટ લીધી હતી અને હવે શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં તેણે ૧૦ વિકેટ લીધી છે. ટેસ્ટ મેચમાં સુથારની આ પહેલી ૧૦ વિકેટ છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ ૧૬૫ રનથી જીતી લીધી. આ જીત સાથે ટીમે ૧-૦ની અજેય લીડ મેળવી લીધી.
ભારતીય ક્રિકેટ ટીમે ગાલે મેચમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. દેવદત્ત પડિકલના શાનદાર ૧૬૭ રનની મદદથી ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ૪૬૨ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, શ્રીલંકા તેમની પ્રથમ ઇનિંગ્સમાં ફક્ત ૨૮૪ રન જ બનાવી શક્યું હતું. બીજી ઇનિંગ્સમાં, ભારતીય બેટિંગ ૧૯૩ રન સુધી મર્યાદિત રહી, જેના કારણે શ્રીલંકાને જીતવા માટે ૩૭૨ રનનો લક્ષ્યાંક મળ્યો. આ લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાના બેટ્સમેનો ૭૭.૪ ઓવરમાં ૨૦૬ રનના સ્કોર સુધી જ મેદાન પર ટકી શક્યા.
ટેસ્ટ ઇતિહાસમાં શ્રીલંકા પર ભારતનો આ સતત નવમો વિજય છે. શ્રીલંકાએ છેલ્લે ૨૦૧૫ માં ભારત સામે ટેસ્ટ મેચ જીતી હતી. ત્યારથી ભારતે ૧૧ માંથી નવ મેચ જીતી છે અને બે ડ્રો કરી છે. શ્રીલંકાએ ૧૧ વર્ષમાં ભારતને હરાવ્યું નથી.
માનવ સુથાર આ ટેસ્ટ મેચમાં જીતનો હીરો રહ્યો. સુથારેએ ગાલે ટેસ્ટની પહેલી ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી. તેણે બીજી ઇનિંગની ૭૬મી ઓવરમાં એક જ ઇનિંગમાં ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ગોલમાં શ્રીલંકા વિરુદ્ધ પહેલી ટેસ્ટ ૧૬૫ રનથી જીતીને ભારતે શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. હવે આ ટેસ્ટ સિરીઝની બીજી મેચ ૨૩ ઓગસ્ટે કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે.
માનવ સુથાર ઉપરાંત બીજી ઈનિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ૨ વિકેટ અને રવિન્દ્ર જાડેજા તથા મોહમ્મદ સિરાજે ૧-૧ વિકેટ લીધી હતી. ભારત તરફથી સ્ટાર લેફ્ટ આર્મ સ્પીનર માનવ સુથાર મેચનો હીરો સાબિત થયો. સુથારે મેચમાં કુલ ૧૦ વિકેટ લીધી અને ટીમને પોતાના દમે મેચ જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી છે. માનવ સુથારે પહેલી ઈનિંગમાં ૪ વિકેટ અને બીજી ઈનિંગમાં ૬ વિકેટ લીધી છે.
પોતાનિ કરિયરની ફક્ત બીજી ટેસ્ટ મેચમાં માનવ સુથારે પાંચમા દિવસે બીજી ઈનિંગમાં ૬ વિકેટલીધી અને મેચમાં કુલ ૧૦ વિકેટ લીધી. આ શાનદાર જીત બાદ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ૧૨ મહત્વના અંક મેળવ્યા છે. આ જીત ટકાવારી પણ હવે ટીમ ઈન્ડિયાના ૫૦ પાર ગઈ છે. જે ઘણા સમય બાદ જોવા મળ્યું છે. આ મેચની જીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે તેના પર વરસાદનો ઓછાયો હતો અને ઘણ ઓવરની રમત બગડી હતી. આ મેચ ભારતની ૬૦૦મી ટેસ્ટ હતી.
ટીમ ઈન્ડિયા હાલ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ૨૦૨૭ના પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને જ છે. જ્યારે શ્રીલંકા હારવા છતાં પણ છઠ્ઠા સ્થાને છે. જ્યારે પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશ સામે શરમજનક હાર છતાં હજુ પણ ઓસ્ટ્રેલિયા ટોચ પર છે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી હાલ ૭૭.૭૮ ટકા છે. જ્યારે બીજા નંબરની ટીમ સાઉથ આફ્રિકાની જીત ટકાવારી ૭૫ ટકા છે. ત્રીજા નંબરે ૭૨.૨૨ ટકા સાથે ન્યૂઝીલેન્ડ છે. જ્યારે ચોથા સ્થાને ૬૬.૬૭ ટકાની જીતની ટકાવારી સાથે બાંગ્લાદેશ છે અને પાંચમા નંબરે ૫૩.૩૩ ટકા જીત ટકાવારી સાથે ભારત છે. ભારતની આ ટેસ્ટ મેચ પહેલા ટકાવારી ૪૮.૧૫ હતી.