૧૮ વર્ષ બાદ ટીમના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે છોડ્યો સાથ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સ્ટીફન ફ્લેમિંગનું CSK ને બ્રાન્ડ અને ચેમ્પિયન ટીમ બનાવવામાં મોટું યોગદાન

ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો

(સંપૂર્ણ સમાચાર સેવા)

IPL ની સૌથી સફળ ફ્રેન્ચાઇઝીમાંથી એક ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ સાથે છેલ્લા ૧૮ વર્ષથી જોડાયેલા હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે આપસી સહમતિથી એકબીજાથી અલગ થવાનો ર્નિણય કર્યો છે. ફ્રેન્ચાઇઝી પ્રમાણે ફ્લેમિંગ અને સીએસકે મેનેજમેન્ટ વચ્ચે થયેલી વાતચીત બાદ આ ર્નિણય લેવામાં આવ્યો, જેનાથી ચેન્નઈના એક ઐતિહાસિક યુગનો અંત થઈ ગયો છે.

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ વર્ષ ૨૦૦૮ માં  IPL  ની પર્દાપણ સીઝનમાં ખેલાડી તરીકે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયા હતા. ત્યારબાદ ૨૦૦૯મા ટીમે તેમને હેડ કોચ બનાવ્યા હતા. વર્ષ ૨૦૦૯થી લઈને ૨૦૨૬ સુધી, ફ્લેમિંગે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની સાથે મળી એક એવી મજબૂત જોડી બનાવી, જેણે આઈપીએલમાં ઈતિહાસ રચી દીધો. તેની દેખરેખમાં સીએસકે લીગની સૌથી સાતત્યપૂર્ણ પ્રદર્શન કરનારી ટીમ બનીને ઉભરી હતી.

ટીમે રેકોર્ડ ૧૨ વખત પ્લેઓફમાં જગ્યા બનાવી

સ્ટીફન ફ્લેમિંગનું ચેન્નઈ સુપર કિંગ્સને એક બ્રાન્ડ અને ચેમ્પિયન ટીમ બનાવવામાં મોટું યોગદાન રહ્યું છે. આ ૧૮ વર્ષમાં ચેન્નઈએ શાનદાર પ્રદર્શન કર્યું. ફ્લેમિંગના કોચ રહેતા ચેન્નઈ સુપર કિંગ્સે ૫ વખત આઈપીએલ ટ્રોફી જીતી અને ૨ વખત ચેમ્પિયન્સ લીગ ટી૨૦ ટ્રોફી પર કબજો કર્યો હતો.

ફ્લેમિંગના કાર્યકાળ દરમિયાન ટીમે રેકોર્ડ ૧૨ વખત પ્લેઓફમાં જગ્યા બનાવી. આ સિવાય ચેન્નઈની ટીમે ૧૦ વખત આઈપીએલ ફાઈનલ પણ રમી હતી. આઈપીએલ સિવાય ફ્લેમિંગ સુપર કિંગ્સની બાકી ટીમોના પણ કોચ રહ્યાં. એસએ૨૦મા બધી ચાર સિઝનો અને એમએલસીની પ્રથમ ત્રણ સિઝનમાં તો તેમની ટીમ પ્લેઓફ સુધી પહોંચી હતી, પરંતુ ક્યારેય ફાઈનલ રમી શકી નહીં.

વર્ષ ૨૦૨૬ના એમએલસી સિઝનમાં ટેક્સાસ સુપર કિંગ્સની ટીમ સૌથી નીચે રહી અને પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નહીં. જે સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝીની સાથે ફ્લેમિંગનું છેલ્લું અસાઇમેન્ટ સાબિત થયું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.