મુંબઇ ઇન્ડિયન્સ ટીમને મળ્યા નવા કોચ જુઓ …

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૧૫ નવેમ્બર સુધી તમામ ટીમે રિટેન્શન લિસ્ટ જાહેર કરવાનુ રહેશે

રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન

(સંપૂર્ણ સમાચાર સેવા)

IPL ૨૦૨૭ માટે મુંબઈ ઇન્ડિયન્સ ટીમને એકદમ નવો કોચિંગ સ્ટાફ મળી ગયો છે. થોડા દિવસો પહેલા જ દિગ્ગજ ક્રિકેટર કાયરન પોલાર્ડ MI  નો નવો હેડ કોચ બન્યો હતો. મુંબઈ ફ્રેન્ચાઈઝીએ  જાહેરાત કરીને જણાવ્યું કે ટીમને નવા બેટિંગ, ફીલ્ડિંગ અને બોલિંગ કોચ મળી ગયા છે. તો બીજી તરફ ધવલ કુલકર્ણીને ડેવલપમેન્ટ બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સે  સ્ટેટમેન્ટ જારી કર્યું હતુ. રોબિન ઉથપ્પાએ બેટિંગ કોચ તરીકે કાયરન પોલાર્ડની જગ્યા લીધી છે, જે હવે MI ટીમના હેડ કોચ બની ચૂક્યો છે. તો વળી ટીમ ઈન્ડિયાના ફીલ્ડિંગ કોચ રહી ચૂકેલા ટી દિલીપે મુંબઈ ઈન્ડિયન્સને ફીલ્ડિંગ કોચ તરીકે જાેઈન કરી લીધું છે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટા ફેરફારો થવાની શક્યતા

ન્યુઝીલેન્ડના ક્રિકેટર મિચેલ મેક્લેનાઘન બોલિંગ કોચ બન્યો છે, જ્યારે પૂર્વ ક્રિકેટર ધવલ કુલકર્ણીને ડેવલપમેન્ટ બોલિંગ કોચનો રોલ મળ્યો છે. IPL 2027  માં મુંબઈ ઈન્ડિયન્સ એકદમ નવા કોચિંગ સ્ટાફ સાથે કામ કરશે. કાયરન પોલાર્ડ નવા હેડ કોચ બની ગયા છે, આ પોઝિશન પહેલા મહેલા જયવર્ધને સંભાળી રહ્યા હતા. લસિત મલિંગાની પણ છૂટી કરી દેવામાં આવી છે, જેમની જગ્યાએ બોલિંગ કોચ તરીકે ન્યુઝીલેન્ડના મિચેલ મેક્લેનાઘને સ્થાન લીધું છે.

હેડ કોચ – કાયરન પોલાર્ડ
બેટિંગ કોચ – રોબિન ઉથપ્પા
બોલિંગ કોચ – મિચેલ મેક્લેનાઘન
ફીલ્ડિંગ કોચ – ટી દિલીપ
ડેવલપમેન્ટ બોલિંગ કોચ – ધવલ કુલકર્ણી

કોચિંગ સ્ટાફના બદલાવાથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પણ મોટા ફેરફારોની ગંધ આવવા લાગી છે. એક તરફ ફરીથી રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવે તેવી અટકળો છે, તો બીજી તરફ સૌની નજર મુંબઈની રિટેન્શન લિસ્ટ પર પણ ટકેલી હશે. જણાવી દઈએ કે ૧૫ નવેમ્બર સુધીમાં તમામ ટીમોએ IPL 2027 માટે  પોતાની રિટેન્શન લિસ્ટ જાહેર કરવાની છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.