Last Updated on by Sampurna Samachar
૫૨ ટેસ્ટ મેચની ૯૦ ઈનિંગમાં ૧૦૧ ફટકારવાનો રેકોર્ડ
ઋષભ પંતે તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્લ્ડ રેકોર્ડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના વિસ્ફોટક વિકેટકીપર બેટર રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પંતે નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ઈનિંગની ૯૦મી ઓવરમાં પંતે શાનદાર સિક્સ ફટકારી હતી.

પંતે આ સિક્સની મદદથી ટેસ્ટ ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલામાં રિષભ પંતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયાના મહાન વિકેટકીપર બેટર એડમ ગિલક્રિસ્ટે ૯૬ ટેસ્ટ મેચમાં ૧૦૦ સિક્સ ફટકારી હતી. રિષભ પંતના નામે હાલ ૫૨ ટેસ્ટ મેચની ૯૦ ઈનિંગમાં ૧૦૧ ફટકારવાનો રેકોર્ડ છે.
ગિલક્રિસ્ટના નામે ૯૬ ટેસ્ટની ૧૦૦ સિક્સ નોંધાયેલી
પંત આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલામાં ત્રીજા સ્થાને આવી ગયો છે. મહત્વનું છે કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સના નામે છે. બેન સ્ટોક્સે ૧૨૨ ટેસ્ટ મેચની ૨૨૦ ઈનિંગમાં સૌથી વધુ ૧૩૮ સિક્સ ફટકારી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર
૧. બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ)- ૧૩૮ સિક્સ
૨. બ્રેન્ડન મેક્કુલમ (ન્યૂઝીલેન્ડ)- ૧૦૭ સિક્સ
૩. રિષભ પંત (ભારત)- ૧૦૧ સિક્સ
૪. એડમ ગિલક્રિસ્ટ (વેસ્ટ ઈન્ડિઝ)- ૧૦૦ સિક્સ
૫. ટિમ સાઉદી (ન્યૂઝીલેન્ડ)- ૯૮ સિક્સ
૬. ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ)- ૯૮ સિક્સ
૭. જેક કાલિસ (આફ્રિકા)- ૯૭ સિક્સ
૮. વીરેન્દ્ર સહેવાગ (ભારત) -૯૧ સિક્સ
બેન સ્ટોક્સ બાદ આ લિસ્ટમાં કીવીના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમનું નામ આવે છે. મેક્કુલમે ૧૦૧ ટેસ્ટ મેચની ૧૭૬ ઈનિંગમાં ૧૦૭ સિક્સ ફટકારી હતી. તો ત્રીજા ક્રમે રહેલા પંચે ૫૨ ટેસ્ટ મેચની ૯૦ ઈનિંગમાં ૧૦૧ સિક્સ ફટકારી છે. ગિલક્રિસ્ટના નામે ૯૬ ટેસ્ટની ૧૩૭ ઈનિંગમાં ૧૦૦ સિક્સ નોંધાયેલી છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય
૧. રિષભ પંત- ૫૨ ટેસ્ટ મેચમાં ૧૦૧ સિક્સ
૨. વીરેન્દ્ર સહેવાગ -૧૦૩ ટેસ્ટ મેચમાં ૯૧ સિક્સ
૩. રોહિત શર્મા- ૬૭ ટેસ્ટ મેચમાં ૮૮ સિક્સ
૪. રવીન્દ્ર જાડેજા- ૮૯ ટેસ્ટ મેચમાં ૮૨ સિક્સ
૫. મહેન્દ્ર સિંહ ધોની- ૯૦ ટેસ્ટ મેચમાં ૭૮ સિક્સ