ટીમ ઈન્ડિયાએ ૧૫મી ઓવર સુધી રમતમાં રમી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

હાર બાદ શ્રેયસ ઐયરે કહ્યું

ઈંગ્લેન્ડ સામે બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

T20 વર્લ્ડ કપ ૨૦૨૬ પછી ટીમ ઈન્ડિયાએ વિજયનો સ્વાદ ચાખ્યો નથી. આયર્લેન્ડ સામે ૨-૦થી શ્રેણી ગુમાવ્યા બાદ તેમને ઈંગ્લેન્ડ સામે બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં ભારત ૧૯૧ રનના ટાર્ગેટનો બચાવ ના કરી શક્યું. જોકે, રવિ બિશ્નોઈએ ફેંકેલી એક ઓવરે બધું બદલી નાખ્યું. મેચ પછી કેપ્ટન શ્રેયસ ઐયરે આને ટર્નિંગ પોઈન્ટ તરીકે ગણાવ્યો. તેણે વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ અંગે પણ નિવેદન આપ્યું.

હાર બાદ શ્રેયસ ઐયરે કહ્યું કે ટીમ ઈન્ડિયા ૧૫મી ઓવર સુધી રમતમાં હતી. જોકે, બિશ્નોઈની ૧૭મી ઓવરમાં ૨૯ રન આવ્યા બાદ મેચનું પાસું સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેણે કહ્યું કે, મને ખબર છે કે ક્યાં ખોટું થયું, પણ હું કોઈ ચોક્કસ ખેલાડીનું નામ લેવા માંગતો નથી. ૧૫મી ઓવર પછી મેચ અમારા હાથમાંથી સરકી ગઈ. જ્યારે નો-બોલ થયો, ત્યારે મને લાગ્યું કે રવિ વાપસી કરશે. પરંતુ ૧૭મી ઓવરમાં પરિસ્થિતિ પલટી ગઈ, તેણે આમાંથી શીખવાની જરૂર છે.

વૈભવ ર્નિભય છે , શ્રેયસે કહ્યું

જેકબ બેથેલે ૭૫ રનની અણનમ ઇનિંગ રમી, જ્યારે સેમ કરને તેની ચાર ઓવરના સ્પેલમાં ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા. આ જાેડીની પ્રશંસા કરતા શ્રેયસે કહ્યું કે, ઇંગ્લેન્ડ શ્રેયને પાત્ર છે. બેથેલે જે રીતે બોલરોનો સામનો કર્યો તે પ્રશંસનીય હતું. મને લાગે છે કે સેમ કરન શરૂઆતમાં જ પરિસ્થિતિઓને સમજી ગયો હતો અને તેણે અમારા ડાબોડી બેટ્સમેનોને મુક્તપણે રમવા દીધા ન હતા.

અમારા બેટ્સમેન લેગ સાઈડ પર મજબૂત છે અને તેણે તેમને તે ક્ષેત્રમાં સ્કોર કરવા દીધો નહોતો. વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. પ્રથમ ઇનિંગમાં તેણે ૧૦ બોલમાં ૧૪ રન બનાવ્યા. વૈભવ વિશે પૂછવામાં આવતા શ્રેયસે કહ્યું કે, વૈભવ ર્નિભય છે. તેને રમતા જોવું ખરેખર અદ્ભુત છે. મને અપેક્ષા નહોતી કે તે બિલકુલ નર્વસ થશે. તેણે છેલ્લા કેટલાક મહિનાઓ અને વર્ષોમાં જબરદસ્ત ક્રિકેટ રમી છે. તે ખરેખર તકનો સામનો કરી રહ્યો છે અને બેસ્ટ રીતે રમ્યો છે, જે જોવાનો આનંદ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.