Last Updated on by Sampurna Samachar
અર્શદીપ સિંહ પહેલીવાર રુમર્ડ ગર્લફ્રેન્ડની સાથે જોવા મળ્યો
સમરીન કૌર મિસ ઈન્ડિયા જમ્મુ–કાશ્મીર રહી ચૂકી છે, તેને પંજાબી મ્યુઝિક વીડિયો દ્વારા વ્યાપક ઓળખ મળી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
અર્શદીપ સિંહ અત્યાર સુધી મુખ્યત્વે ક્રિકેટના મેદાન પર તેની બોલિંગના કારણે ચર્ચામાં રહેતો હતો. જો કે, છેલ્લા કેટલાક સમયથી તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે.

અર્શદીપ સિંહનું નામ હવે એક પંજાબી મોડેલ અને અભિનેત્રી સાથે જોડાઈ રહ્યું છે. અર્શદીપ તાજેતરમાં જ આપંજાબી મોડેલ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પંજાબી મોડેલ અને અભિનેત્રી સમરીન કૌર
થોડા દિવસો પહેલા પંજાબ કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટકરી હતી જેમાં તે એક છોકરીનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. છોકરીના હાથ પર દેખાતા ટેટૂના આધારે ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે તે પંજાબી મોડેલ અને અભિનેત્રી સમરીન કૌર છે.
હવે એક વીડિયો સામેઆવ્યો છે જેમાં અર્શદીપ સિંહ અને સમરીન એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે. બંને પંજાબ કિંગ્સ ટીમ સાથે જોવા મળી રહ્યા છે.
ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે સાથે મુસાફરી કરીને આ જોડીએ એક રીતે તેમના સંબંધની પુષ્ટિ કરી છે. જો કે, બંનેમાંથી કોઈએ આ બાબત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ આપી નથી. સમરીન કૌર અગાઉ પણ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સની મેચ જોતી જોવા મળી છે. આ પહેલીવાર છે જ્યારે અર્શદીપ સિંહનું નામ કોઈનીસાથે જોડવામાં આવ્યું છે.
સમરીન કૌર મિસ ઈન્ડિયા જમ્મુ–કાશ્મીર રહી ચૂકી છે. જો કે, તેને પંજાબી મ્યુઝિક વીડિયો દ્વારા વ્યાપક ઓળખ મળી છે. સમરીન કૌરે બોલિવૂડ ફિલ્મ ૮૩માં પણ નાની ભૂમિકા ભજવી હતી. વધુમાં તેણે નેઇલ પોલિશનામની વેબ સિરીઝમાં કામ કર્યું હતું. સમરીન હાલમાં બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી રહી છે.
અર્શદીપ સિંહની વાત કરીએ તો તે પંજાબ કિંગ્સ ટીમનો એક મહત્વપૂર્ણ સભ્ય છે. ૨૦૨૬ની આઈપીએલસીઝનમાં અત્યાર સુધી પંજાબ કિંગ્સ ટીમ અપરાજિત છે, એક પણ મેચ હાર્યું નથી.