Last Updated on by Sampurna Samachar
શમીએ ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં મેચ રમી
ચીફ સિલેક્ટર અજિત અગરકરે કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોહમ્મદ શમીને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI શ્રેણી માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું હતું કે શમી હાલમાં ફક્ત T20 ક્રિકેટ રમવા માટે ફિટ છે. ઘરેલુ ક્રિકેટમાં ૬૭ વિકેટ લેવા છતાં તે વાપસી કરી શક્યો નથી. શમીએ છેલ્લે ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારત માટે ટેસ્ટ મેચ રમી હતી.

જ્યારે અફઘાનિસ્તાન સામેની આગામી એક ટેસ્ટ અને ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે શમીનું નામ સ્પષ્ટપણે ગાયબ હતું. પરિણામે દરેકના મનમાં સવાલ હતો કે આ અનુભવી બોલર, જેણે ઘરેલુ ક્રિકેટમાં આટલું શાનદાર પ્રદર્શન કર્યું હતું છતાં તેને કેમ તક આપવામાં આવી નહીં ?
લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમી રહ્યો છે
ટીમ પસંદગી પછી મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શમી અંગે મોટું નિવેદન આપ્યું હતું. અગરકરે સ્પષ્ટપણે કહ્યું કે, હાલમાં શમીનું બોડી લાંબા ફોર્મેટ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. તેણે ઉમેર્યું કે, મેડિકલ ટીમ તરફથી મળેલી માહિતીના આધારે શમી હાલમાં ફક્ત T20 ક્રિકેટ રમવા માટે ફિટ છે.
પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, અગરકરે કહ્યું કે, ટેસ્ટ ટીમ માટે તેની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી નહોતી. અમને આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની બોડી હાલમાં તેને ફક્ત T20 ક્રિકેટ રમવાની મંજૂરી આપે છે. મને ખબર છે કે તે આ વર્ષે ઘરેલુ ક્રિકેટ રમ્યો છે, પરંતુ તે હજુ સુધી ટેસ્ટ અને ODI ક્રિકેટ માટે સંપૂર્ણપણે તૈયાર નથી.
શમી ઘણા સમયથી ફિટનેસ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેણે છેલ્લે ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ દરમિયાન ભારત માટે ટેસ્ટ મેચ રમી હતી. ત્યારબાદ તે ઈજાને કારણે લગભગ એક વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો. જાેકે, ત્યારબાદ તેણે વાપસી કરી અને ઘરેલુ ક્રિકેટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું.
આ પ્રદર્શનને જોતાં એવી આશા હતી કે પસંદગીકારો તેને ભારતીય ટીમમાં ફરીથી તક આપશે. પરંતુ એવું બન્યું નહીં. આ પહેલા તેને વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ટેસ્ટ ટીમમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો. તે સમયે પણ ફિટનેસને કારણે તેને બાકાત રાખવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે પસંદગીકારોએ શમીને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવાનો ઇરાદો હતો. જાેકે, તે હજુ સુધી સંપૂર્ણપણે ફિટ ના હોવાથી ફાસ્ટ બોલરે પોતે પસંદગી માટે ઉપલબ્ધ ન રહેવાનું પસંદ કર્યું. આ જ કારણ છે કે નેશનલ ટીમમાં તેની વાપસીમાં વિલંબ થઈ રહ્યો છે.
જાકે શમીને શરૂઆતમાં ૨૦૨૫ ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી તે ફરી એકવાર નેશનસ ટીમ સેટઅપમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં તે ૨૦૨૬ IPL સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમી રહ્યો છે. આ સીઝનમાં અત્યાર સુધી, તેણે ૧૨ મેચમાં ૧૦ વિકેટ લીધી છે.