Last Updated on by Sampurna Samachar
રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓમાં દોડધામ મચી
સાબરમતી નદી અમદાવાદની ઓળખ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં સાબરમતી નદીને સફાઇ કરવા માટે ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ સાબરમતી (SABARMATI) નદીમાં ગંદકી ફેલાવવામાં આવી રહી છે. જોવા જઇએ તો એક તરફ નદીને સાફ કરવા પાણીને ખાલી કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ નદીમાં ગંદુ ગટરનું પાણી છોડવામાં આવ્યું છે. ખુલ્લેઆમ નદીમાં ગટરનું પાણી છોડાતા ઘણા જ ગંભીર સવાલો ઉઠ્યા છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નદી ખાલી થતાં ૧૪ મે થી સફાઈ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જોકે સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા સફાઈ કરવાનું ટાળવામાં આવ્યું છે. હવે અધિકારીઓ દ્વારા આ મામલે ર્નિણય લેવામાં આવશે.
ગટરના ગંદા પાણી છોડાતા ઉઠ્યા સવાલ
સાબરમતી નદી ખરેખરમાં અમદાવાદની એક ઓળખ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દરરોજ કેટલાય લોકો આવતા હોય છે. રિવરફ્રન્ટ પરથી છેલ્લા કેટલાક દિવસોથી જોઈ શકાય છે કે નદીને ખાલી કરવામાં આવી છે. તેના પાછળનું કારણ એ છે કે નદીને સાફ કરવા માટે ખાલી કરવામાં આવી રહી છે. પરંતુ તેમાં ગટરના ગંદા પાણી છોડાતા હોવા અંગેનું સામે આવ્યું હતું.
ગટરના ગંદા પાણી નદીમાં જતા જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. નદી ભરાયેલી હોવાથી તેમાં ગટરના પાણી ભળી જાય તો કોઈને ખ્યાલ આવતો ન હતો, પરંતુ હવે નદી ખાલી થઈ ગઈ હોવાથી તેમાં ગંદા પાણી જતા હોવાના દૃશ્યો સામે આવતા નદીને પ્રદૂષિત કરવામાં પણ કોર્પોરેશનનો જ હાથ હોવા અંગેની પોલ ખુલી ગઈ હતી.
સાબરમતી નદીમાં ગટરના પાણી છોડવામાં આવતા હોવા અંગે અને નદીમાં હજી સુધી પૂર્ણ રીતે સુકાઈ ન હોવાથી યોગ્ય રીતે સફાઈ થઈ શકે તેમ ન હોવાથી આ ર્નિણયને પાછો ખેંચવો પડ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, સાબરમતી નદીની સફાઈ કરવા અંગે રાઉન્ડ લેવામાં આવ્યો હતો. જેમાં એવું ધ્યાને આવ્યું છે કે, સફાઈ માટે આજની જગ્યાએ ડ્રાઈવ શરૂ કરવી વધુ હિતાવહ છે. હજી સુધી કેટલાક બાબતોને ચકાસવી જરૂરી છે જેના કારણે હવે આજે સાંજ સુધીમાં ક્યારથી સફાઈ કરવી તે અંગેનો ર્નિણય લેવામાં આવશે.