Last Updated on by Sampurna Samachar
મોરબી શહેરમાં રખડતાં શ્વાને બાળકનો લીધો જીવ
ટાઈટેનીયમ વિટ્રિફાઈડ ફેક્ટરી નજીકનો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યના અનેક શહેરોમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકો પરેશાન છે. ત્યારે મોરબી શહેરમાં રખડતાં શ્વાને આઠ વર્ષના બાળકનો જીવ લીધો છે. મોરબી-જેતપર રોડ પર ટાઈટેનીયમ વિટ્રિફાઈડ ફેક્ટરી નજીક શ્વાને ૮ વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ બાદ બાળકનું મોત નીપજ્યું હોવાના સમાચાર છે. જે આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ છવાયેલો છે. જ્યાં રખડતા શ્વાનો મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, મોરબીમાં રખડતા શ્વાનોનો કહેર વધી રહ્યો છે. મોરબી-જેતપર રોડ પર ટાઈટેનીયમ વિટ્રિફાઈડ ફેક્ટરી નજીક આ ગોઝારી ઘટના બની છે. ટાઈટેનીયમ વિટ્રિફાઈડ ફેક્ટરી નજીક શ્વાને કૃણાલ કૃપાલભાઈ માલવિયા નામના ૮ વર્ષના બાળક પર હુમલો કર્યો હતો.
સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો
જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓ બાદ બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ છવાયેલો છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા શ્વાને ૨૦થી વધુ લોકોને બચકાં ભર્યા હતા.