Last Updated on by Sampurna Samachar
કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું
શોરૂમના ઉપરના માળે ભાડાની ઓરડીમાં કર્યો આપઘાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર નજીક સિક્કા પાટિયા વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશના મૂળ વતની એક યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અરેરાટી ફેલાઈ છે. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સિક્કા પાટિયા પાસે આવેલા એક શોરૂમના ઉપરના માળે ભાડાની ઓરડીમાં રહેતા તેમજ મજૂરી કામ કરતા ૨૨ વર્ષીય યુવાને પોતાની ઓરડીમાં પંખાના હૂક સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી
આ બનાવની જાણ ભાનુ બંભોલી વર્મા દ્વારા પોલીસને કરવામાં આવતાં મેઘપર પડાણા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તે સંબંધમાં નિરાશા મળતાં તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. જાેકે, સમગ્ર મામલે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.