પાલનપુર-ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

હોસ્પિટલમાં સારવાર કરાવી ઘરે ફરતા દંપતીનો ભોગ લેવાયો

ગમખ્વાર અકસ્માતમાં દંપતિ અને રીક્ષાચાલકનુ મોત

(સંપૂર્ણ સમાચાર સેવા)

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા નજીક અજાણ્યા વાહને આગળ જઈ રહેલી રિક્ષાને પાછળથી જાેરદાર ટક્કર મારતાં રિક્ષાચાલક સહિત ત્રણ લોકોનાં નીપજ્યાં છે. આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં પાલનપુરથી સારવાર કરાવીને પરત ફરી રહેલા એક વૃદ્ધ દંપતીનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર, એક વૃદ્ધ પતિ પોતાની પત્નીને પાલનપુર ખાતે હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થયા બાદ બંને વૃદ્ધ દંપતી પોતાના ઘરે પરત ફરવા માટે એક રિક્ષામાં બેઠા હતા. રિક્ષા પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહનના ચાલકે રિક્ષાને જાેરદાર ધડાકાભેર ટક્કર મારી હતી.

અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ

ટક્કર એટલી ગંભીર અને ભીષણ હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર વૃદ્ધ દંપતી અને રિક્ષાચાલક ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. એક તરફ પત્નીની સારવાર કરાવીને ખુશીથી ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ દંપતીનો માર્ગમાં જ કરુણ અંત આવ્યો હતો, તો બીજી તરફ રોજીરોટી કમાતા રિક્ષાચાલકે પણ પોતાનો જીવ ગુમાવતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન અને તેના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.