દિવાળી બાદ તાપી નદીમાં પ્રદૂષણ વધ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ફૂલહાર, પૂજાસામગ્રી અને શ્રીફળ જાહેરમાં ફેંકાયા

કચરાનો યોગ્ય નિકાલ કરવા માંગ

(સંપૂર્ણ સમાચાર સેવા)

સુરત શહેરમાં દિવાળી અને ધાર્મિક તહેવારોની ઉજવણી બાદ જાહેર સ્થળોએ ધાર્મિક કચરાની સમસ્યા ગંભીર બની રહી છે. શહેરના રસ્તાઓ, બ્રિજ અને તાપી નદીના કિનારે ફૂલહાર, પૂજાસામગ્રી, શ્રીફળ સહિતના ધાર્મિક કચરાના ઢગલા જાેવા મળી રહ્યા છે. એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક કચરાના યોગ્ય નિકાલ માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને બ્રિજ પર ખાસ કચરાપેટીઓ પણ મૂકવામાં આવી છે, તેમ છતાં કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકવાનું બંધ કરતા નથી.


દિવાળી દરમિયાન લક્ષ્મીપૂજન સહિતના ધાર્મિક પ્રસંગો બાદ મોટી માત્રામાં પૂજાસામગ્રીનો કચરો એકત્રિત થાય છે. આ કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે કેટલાક નાગરિકો રસ્તાની બાજુમાં અને તાપી નદી પરના બ્રિજ પરથી ફેંકી દે છે.ખાસ કરીને બ્રિજ પર કચરાપેટીઓ મૂકવામાં આવી હોવા છતાં તેની આસપાસ ધાર્મિક કચરાના ઢગલા જાેવા મળી રહ્યા છે. પરિણામે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ગંદકીનો સામનો કરવો પડે છે.

સુરત મનપાએ અભિયાન ચાલુ

ધાર્મિક કચરાની સમસ્યા માત્ર બ્રિજ પૂરતી મર્યાદિત નથી. કોઝવેના ઉપરવાસમાં પણ લોકો દ્વારા પૂજાસામગ્રી અને અન્ય કચરો ઠાલવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આ કચરો નદીના પાણીમાં ભળવાની સાથે નદીના પટમાં પણ એકત્રિત થઈ રહ્યો છે.

તાપી નદી સુરત માટે પાણીનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત હોવાથી તેમાં કચરો ઠાલવવાથી જળ પ્રદૂષણનું જાેખમ ઊભું થઈ શકે છે. આવી સ્થિતિમાં નદીની સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી બની છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક કચરાના અલગ નિકાલ માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બ્રિજ પર કચરાપેટીઓ મૂકીને લોકોને પૂજાસામગ્રી યોગ્ય જગ્યાએ નાખવા અપીલ પણ કરવામાં આવી છે.

જાેકે, માત્ર કચરાપેટીઓ મૂકવાથી સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ નથી. નાગરિકોએ પણ ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ અને જાહેર સ્વચ્છતાની જવાબદારી સમજવી જરૂરી છે. પૂજાસામગ્રીનો યોગ્ય નિકાલ કરીને તાપી નદી, બ્રિજ અને શહેરના જાહેર સ્થળોને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવો સમયની માંગ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.