અમદાવાદમાં આકરા તાપની લોકો પર ગંભીર અસર જુઓ …

Share this Article:

Last Updated on by Sampurna Samachar

છેલ્લા અઠવાડિયામાં અંદાજે ૧૧,૦૦૦ દર્દીઓ નોંધાયા

ઝાડા-ઉલટી, તાવ, ચક્કર આવવા અને માથાના દુખાવાની ફરિયાદો

(સંપૂર્ણ સમાચાર સેવા)

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  ત્યારે આ અંગ દઝાડતી ગરમીને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. જ્યાં અમદાવાદ શહેરમાં ગરમીના સતત વધતા પારાને કારણે લોકો બીમારીની લપેટમાં આવી રહ્યા છે. વાત કરીએ તો સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં જ OPD માં ૧૧,૮૦૮ દર્દીઓ નોંધાતા ચિંતા વધી છે.

મળતી માહિતી અનુસાર, આકરી ગરમી અને બફારાને કારણે લોકોમાં ઝાડા-ઉલટી, તાવ, ચક્કર આવવા અને માથાના દુખાવાની ફરિયાદો વધી છે. જેમાં છેલ્લા એક મહિનામાં ઝાડા-ઉલટીના ૧૪૩ કેસ નોંધાયા. તાવના કેસોમાં વધારો થતા ડેન્ગ્યુના શંકાસ્પદ ૧૨૫ સેમ્પલ લેવાયા, જેમાંથી ૩ પોઝિટિવ આવ્યા. મેલેરિયાના ૪૫૧ સેમ્પલમાંથી ૯ દર્દીઓ પોઝિટિવ જણાયા છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂનો પણ ૧ પોઝિટિવ કેસ નોંધાયો છે.

હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરાઇ

સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યાનુસાર, છેલ્લા અઠવાડિયામાં અંદાજે ૧૧,૦૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જેમાંથી બીમારીની ગંભીરતા જોતા ૧,૧૦૦ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડી છે. જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી હીટસ્ટ્રોક કે ડીહાઈડ્રેશનના કોઈ ગંભીર કેસ સામે આવ્યા નથી.

ગરમીના વધતા પ્રકોપને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ, દવાઓ, ORS ના પેકેટ અને ગરમીને લગતી ઇમરજન્સી માટે સ્પેશિયલ અનામત બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.