Last Updated on by Sampurna Samachar
વર્ષોથી આ સ્થળો પર વેપાર કરનારાઓને લાગ્યો ઝટકો
ફેરિયાઓમાં ભારે આક્રોશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકને હળવુ કરવા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે રસ્તા પર ફેરિયાઓ કે લારી ધારકો પોતાની લારી ઊભી રાખી શકશે નહીં.ત્યારે વર્ષોથી પાથરણાં કે લારી વડે વેપાર કરતા વેપારીઓમાં નારાજગી જોવા મળી છે.

વાત કરીએ તો તંત્રના આ ર્નિણય સામે ફેરિયાઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર સીધો તેમની રોજીરોટી પર ઘા કર્યો છે.કોર્પોરેશનના આ કડક આદેશ બાદ પરિસ્થિતિનું સત્ય જાણવા માટે હાથ ધરવામાં આવેલા ગ્રાઉન્ડ રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
લારી ધારકોનો વિરોધ વધુ તીવ્ર
AMC ના ર્નિણય છતાં શહેરના અતિ વ્યસ્ત એવા કાલુપુર અને જમાલપુર વિસ્તારમાં પરિસ્થિતિ ઠેરની ઠેર જાેવા મળી રહી છે. જેના કારણે વાહનચાલકોને ટ્રાફિક જામની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રના આદેશ અને રસ્તા પરની વાસ્તવિકતા વચ્ચે મોટો વિરોધાભાસ છતો થયો છે.એક તરફ ટ્રાફિક મુક્ત રસ્તાઓ માટે તંત્રનો દાવો છે, તો બીજી તરફ લારી ધારકોનો વિરોધ વધુ તીવ્ર બની રહ્યો છે.
ફેરિયાઓનું કહેવું છે કે જાે તેમને રસ્તા પરથી અચાનક હટાવી દેવામાં આવશે, તો ૧૦૦૦ થી વધુ પરિવારોના ઘરમાં અંધારું છવાઈ જશે અને તેમના બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થશે. યોગ્ય વેન્ડિંગ ઝોનની ફાળવણી વગર લેવાયેલા આ ર્નિણયથી લારી ધારકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ વધવાની પૂરેપૂરી શક્યતા છે.