Last Updated on by Sampurna Samachar
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારની ઘટના
બનાવમાં ૯ વર્ષના બાળકનું સારવારમાં મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મોમાઈપાનવાળી શેરીમાં કબૂતર ઉડાવવા દરમિયાન બે બાળકોને ગંભીર રીતે વીજ કરંટ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત 9 વર્ષીય યુવરાજ લખનભાઈ વડાણિયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મળતી વિગત મુજબ, ગોકુલનગર, પાણાખાન, શેરી નં. ૫માં રહેતો યુવરાજ વડાણિયા પોતાના રહેણાંક મકાન નજીક કબૂતર ઉડાડવા ગયો હતો. દરમિયાન નજીકથી પસાર થતી વીજ લાઈનના સંપર્કમાં આવતાં તેને જાેરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ સમયે તેની સાથે રહેલા વિરાટ કુડેચાને પણ વીજ આંચકો લાગ્યો હતો.
અન્ય ઇજાગ્રસ્ત બાળકની સારવાર ચાલુ
બનાવની જાણ થતાં બંનેને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે બાળકો પૈકી એક ૯ વર્ષના યુવરાજનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે, જ્યારે અન્ય બાળક વિરાટ કુડેચાની સારવાર હજુ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.