Last Updated on by Sampurna Samachar
IPL માં ૨૦મી વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતી રેકોર્ડ પોતાના નામે કર્યો
એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ પછી વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રોહિત શર્માએ IPL ૨૦૨૫ માં લાંબા સમય બાદ શાનદાર વાપસી કરીને ચેન્નઈ સુપર કિંગ્સ સામે સિઝનની પહેલી અડધી સદી ફટકારી છે. વાનખેડે સ્ટેડિયમમાં સિઝનની ૩૮ મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ૯ વિકેટથી જીતાડવામાં રોહિત શર્માની ૭૬ રનની અણનમ ઈનિંગ્સે મોટી ભૂમિકા ભજવી હતી.
જ્યાં મેચમાં રોહિતે ૪૫ બોલમાં ૭૬ રનની ઈનિંગ રમી, જેમાં ૪ ચોગ્ગા અને ૬ છગ્ગા સામેલ છે. તેના આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે જ રોહિત શર્માએ એક મહાન રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
રોહિત શર્માએ વધુ એક કમાલ કરી
રોહિત શર્માને બે વર્ષમાં પહેલી વાર IPL માં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે IPL માં ૨૦મી વખત આ એવોર્ડ જીત્યો અને વિશ્વની આ સૌથી ધનિક ક્રિકેટ લીગમાં સૌથી વધુ વખત આ એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી બની ગયો છે. હવે આ મામલે રોહિતે વિરાટ કોહલી અને એમએસ ધોનીને પાછળ છોડી દીધા છે. રોહિત આ મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય અને એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ પછી વિશ્વનો ત્રીજો ખેલાડી છે.
એબી ડી વિલિયર્સ-૨૫
ક્રિસ ગેલ- ૨૨
રોહિત શર્મા- ૨૦
વિરાટ કોહલી- ૧૯
એમએસ ધોની- ૧૮
ડોવિડ વોર્નર- ૧૮
IPL ના ઈતિહાસમાં સૌથી વધુ POTM એવોર્ડ (ભારતીય ખેલાડી)
રોહિત શર્મા- ૨૦
વિરાટ કોહલી- ૧૯
એમએસ ધોની- ૧૮
રોહિત શર્માએ વધુ એક કમાલ કરી છે. તે શિખર ધવનને પછાડીને IPL માં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. રોહિતના IPL માં ૬૭૮૬ રન છે. વિરાટ કોહલી આ મામલે ટોપ પર છે. તેણે ૮૩૨૬ રન બનાવ્યા છે. આ લીગમાં ૮૦૦૦ રનનો આંકડો પાર કરનાર તે વિશ્વનો પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન છે.
IPL માં સૌથી વધુ રન
૮૩૨૬ – વિરાટ કોહલી
૬૭૮૬ – રોહિત શર્મા
૬૭૬૯ – શિખર ધવન
૬૫૬૫ – ડેવિડ વોર્નર
૫૫૨૮ – સુરેશ રૈના