Last Updated on by Sampurna Samachar
આઈપીએલમાં KKR ની પહેલી જીત, RR ને ચાર વિકેટે હરાવ્યું
રાજસ્થાને KKR ૧૫૬ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને છેલ્લી ઓવરમાં ચેઝ કરી લેવામાં આવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૬નો ૨૮મો મુકાબલો રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં KKR એ ૪ વિકેટે જીત મેળવી. IPLન્ની આ સીઝનમાં KKR ની આ પ્રથમ જીત છે. મુકાબલાની વાત કરીએ તો ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો.

રાજસ્થાને વૈભવના ૪૬ રનના દમ પર KKR સામે ૧૫૬ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને છેલ્લી ઓવરમાં ચેઝ કરી લેવામાં આવ્યો હતો. ૧૫૭ રનનો ટાર્ગેટ સર કરવામાં ઉતરેલી IPL ની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમના બંને ઓપનર ટિમ સીફર્ટ અને અજિંક્ય રહાણે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ત્યારબાદ કેમરૂન ગ્રીને ૨૭ રન બનાવીને ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સ્ટમ્પિંગ આઉટ થયો હતો. ત્યારબાદ અંગકૃષ રઘુવંશી પાસેથી ટીમને ઘણી આશા હતી, પરંતુ તે પણ ૧૦ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
મુંબઈની ટીમ છેલ્લા સ્થાને પહોંચી ગઈ
ત્યારબાદ પોવેલ પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને ૨૩ રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ રિન્કુ સિંહ અને અનુકૂલ રોયે મોરચો સંભાળ્યો હતો. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. રિન્કુ સિંહે અણનમ ૩૪ બોલમાં ૫૩ રનની ઇનિંગ રમી હતી. જ્યારે અનુકૂલે ૧૬ બોલમાં અણનમ ૨૯ રન બનાવ્યા હતા. રિન્કુએ પોતાની ઇનિંગમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા.IPL ન્ની ચાલુ સીઝનમાં KKR ની આ પ્રથમ જીત છે. આ જીત સાથે KKR ટીમ પોઈન્ટ ટેબલમાં ૯મા નંબરે આવી ગઈ છે અને મુંબઈની ટીમ છેલ્લા સ્થાને પહોંચી ગઈ છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ઇનિંગની શરૂઆત વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે કરી હતી. છઠ્ઠી ઓવરમાં બંનેએ ટીમનો સ્કોર ૫૦ને પાર પહોંચાડી દીધો હતો. ૯મી ઓવરમાં રાજસ્થાનની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો જ્યારે વૈભવ સૂર્યવંશી પોતાની વિકેટ ગુમાવી બેઠો.
વૈભવને વરુણે પોતાની ફિરકીમાં ફસાવ્યો હતો, વૈભવ ૨૮ બોલમાં ૪૬ રન બનાવીને આઉટ થયો હતો. વૈભવે ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ યશસ્વી જયસ્વાલ પણ ૧૧મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. વળી, ધ્રુવ જુરેલ પણ સસ્તામાં આઉટ થયો હતો. જુરેલના બેટથી માત્ર ૫ રન આવ્યા હતા. રાજસ્થાનની ટીમ ૯ વિકેટ ગુમાવીને ૧૫૫ રન જ બનાવી શકી હતી. વરુણ ચક્રવર્તીએ ૩ વિકેટ ઝડપી હતી.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન રાજસ્થાન રોયલ્સ :- વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, રવિ બિશ્નોઈ
કોલકાતા નાઈટ રાઈડર્સ :- અજિંક્ય રહાણે, ટિમ સીફર્ટ, કેમરૂન ગ્રીન, રોવમેન પોવેલ, રિન્કુ સિંહ, સુનીલ નરેન, રમનદીપ સિંહ, અનુકૂલ રોય, વૈભવ અરોડા, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી.