Last Updated on by Sampurna Samachar
RSS આદિવાસી સમાજમાં ભાગલા પાડવા માંગે છે
આદિવાસી સમાજના નેતાઓએ કર્યા આક્ષેપો
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક તરફ રાજ્યમાં આદિવાસી પટ્ટા પર ધર્માણતરણને વિવાદ વકર્યો છે, ત્યારે ધરમપુરના પ્રવાસન સ્થળ મોટી કોરવડ ખાતે ખ્રિસ્તી સમાજનું દેવળ સ્થળ આસ્થાનું પ્રતીક ક્રોસ નિશાન હટાવવાની ચળવળ વલસાડ વહીવટી તંત્ર દ્વારા શરુ થતા તેના વિરોધમાં આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં ધરમપુરમાં રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ધર્માણતરણના મુદ્દા પર RSS આદિવાસી સમાજમાં ભાગલા પાડવાની કામગીરી કરી રહ્યું છે. આદિવાસી સમાજમાં તમામ ધર્મના લોકો રહે છે, જેઓને ભડકાવીને ભાગલા પાડી રાજનીતિ કરાઈ રહી હોવાના આક્ષેપો પણ આદિવાસી સમાજના નેતાઓએ કર્યા હતા. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ભારત દેશમાં તમામ ધર્મના લોકો રહે છે.
બે ભાગલા પડવાની ચળવળ ચાલી રહી છે
આદિવાસી સમાજના લોકો તમામ ધર્મને માને છે અને શાંતિ પ્રિય રહે છે. ધર્માતરણના નામે આદિવાસીઓને જે બદનામ કરવામાં આવી રહ્યા છે તે તદ્દન ખોટી વાત છે. RSS દ્વારા આદિવાસી સમાજમાં બે ભાગલા પડવાની ચળવળ ચલાવવામાં આવી રહી છે. આદિવાસી સમાજમાં ભાગલા પાડી ધર્માંતરણનો મુદ્દો ઉઠાવી આદિવાસી સમાજ પર રાજકારણ રમવાની કામ જે છે એ આ સરકાર અને RSS દ્વારા કરવામાં આવે રહ્યું છે તેવા આક્ષેપો આદિવાસી સમાજના નેતાઓ કર્યા હતા.
આવનારા દિવસમાં આ જ પ્રકારની કામગીરી ચાલતી રહેશે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે. આદિવાસી સમાજમાં ખ્રિસ્તી ધર્મના લોકો સાથે છે અને ખ્રિસ્તી ધર્મ પાળનારા આદિવાસીઓ સાથે છે. ત્યારે જો RSS દ્વારા કોઈ સેવાનું કામ કરવું હોય તો આદિવાસી સમાજ માટે શાળાઓ કરવામાં આવે, હોસ્પિટલો ખોલવામાં આવે તેવી વાતો આદિવાસી સમાજના નેતાઓએ કરી હતી અને આ તમામ ધર્માતરણના મુદ્દાઓ જે છે એ આદિવાસી સમાજને બદનામ કરવાના કામ આરએસએસ કરી હોવાનું આક્ષેપો પણ કર્યા હતા.