સૌથી ઝડપી ૪૦૦ રન ફટકાર્યા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ કમાલનો રેકોર્ડ બનાવ્યો

વૈભવ સૂર્યવંશીએ પંજાબ સામે ૪૩ રન બનાવતાની સાથે જ આ સિઝનમાં સૌથી વધુ ૪૦૦ રન બનાવી લીધા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પંજાબ કિંગ્સ સામે વૈભવ સૂર્યવંશી ભલે અડધી સદી ન ફટકારી શક્યો, પરંતુ ૧૫ વર્ષના આ ખેલાડીએ ૧૬ બોલમાં ૫ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી ૪૩ રન ફટકારી દીધા. આ ખેલાડીએ આ ઇનિંગ દરમિયાન એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો જે ખરેખર અદભૂત સિદ્ધિ છે. વૈભવ સૂર્યવંશીએ પંજાબ સામે ૪૩ રન બનાવતાની સાથે જ આ સિઝનમાં સૌથી વધુ ૪૦૦ રન બનાવી લીધા છે.

આ સાથે ઓરેન્જ કેપ પણ તેના માથે સજ્જ થઈ ગઈ છે. સાથે જ વૈભવ IPL ન્માં સૌથી ઝડપી ૪૦૦ રન ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે.વૈભવ સૂર્યવંશી IPL ન્ની એક સિઝનમાં સૌથી ઓછા બોલમાં ૪૦૦ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. વૈભવે ૧૬૭ બોલમાં ૪૦૦ રન પૂરા કર્યા જે એક રેકોર્ડ છે. સૂર્યવંશીએ આન્દ્રે રસેલનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે વર્ષ ૨૦૧૯માં ૧૮૮ બોલમાં ૪૦૦ રન પૂરા કર્યા હતા. વર્ષ ૨૦૨૪માં અભિષેક શર્માએ ૧૯૫ બોલમાં ૪૦૦ રન બનાવ્યા હતા.

સિઝનમાં ૩૭ છગ્ગા અને ૩૪ ચોગ્ગા ફટકાર્યા

ગયા વર્ષે નિકોલસ પૂરને ૧૯૭ બોલમાં ૪૦૦ રન પૂરા કર્યા હતા. પરંતુ હવે આ રેકોર્ડ સૂર્યવંશીના નામે થઈ ગયો છે. ૧૫ વર્ષના આ ઓપનિંગ બેટ્સમેને આ સિઝનમાં ૩૭ છગ્ગા અને ૩૪ ચોગ્ગા ફટકાર્યા છે. તે એક સદી અને ૨ અડધી સદી ફટકારી ચૂક્યો છે.

IPL સિઝનમાં સૌથી ઝડપી ૪૦૦ રન (બોલ દ્વારા)

૧૬૭ – વૈભવ સૂર્યવંશી

૧૮૮ – આન્દ્રે રસેલ

૧૯૫ – અભિષેક શર્મા

૧૯૭ – નિકોલસ પૂરન

૨૦૦ – ગ્લેન મેક્સવેલ

વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે જ  IPL ન્માં ડેબ્યૂ કર્યું હતું અને આ ખેલાડી અત્યાર સુધીમાં ૬૧ છગ્ગા ફટકારી ચૂક્યો છે. તેના ડેબ્યૂ પછી કોઈપણ બેટ્સમેને સૂર્યવંશીથી વધુ છગ્ગા માર્યા નથી. સૂર્યવંશીના ૬૧ છગ્ગા પછી ૪૬ છગ્ગા સાથે અભિષેક શર્મા બીજા નંબરે છે.

વૈભવ સૂર્યવંશીએ પંજાબ સામે રાજસ્થાનને તોફાની શરૂઆત અપાવી. તેણે લોકી ફર્ગ્યુસન જેવા બોલરની ઓવરમાં ૨ છગ્ગા ફટકારી દીધા. માર્કો યાનસન અને અર્શદીપ સિંહ સામે પણ બેટિંગનું આક્રમક વલણ રાખ્યું. જણાવી દઈએ કે વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં પાવરપ્લેમાં ૧૩૦ બોલમાં ૩૧૯ રન બનાવી ચૂક્યો છે. તે પાવરપ્લેમાં ૪ વખત આઉટ જરૂર થયો છે પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ ૨૪૫.૪ છે. તે પાવરપ્લેમાં ૨૯ છગ્ગા અને ૨૯ ચોગ્ગા ફટકારી ચૂક્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.