Last Updated on by Sampurna Samachar
Contents
ઝાયડસ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે થયા બેભાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના અધિવેશનના એક દિવસ પહેલા અમદાવાદ આવેલા કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે પી ચિદમ્બરમ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદમાં આવ્યા
અમદાવાદમાં બે દિવસીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગે સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ આવ્યા છે. પી. ચિદમ્બરમ પણ અધિવેશનમાં ભાગ લેવા આવ્યા છે અને તેમણે બેઠકમાં પણ ભાગ લીધો હતો, પરંતુ અચાનક તેમની તબિયત લથડતા તેમને શહેરની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.