Last Updated on by Sampurna Samachar
સુરતથી બંગાળી મજૂરો માટે વોટર સ્પેશિયલ ટ્રેન રવાના
પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. જ્યાં ૨૩ અને ૨૯ એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને બંને પાર્ટીઓ એકબીજા પર આરોપ–પ્રત્યારોપ લગાવી રહી છે. આ વચ્ચેસુરતથી બંગાળ તરફ વોટર્સ સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી છે.

સુરતમાં અનેક બંગાળીઓ રહીને કામ કરે છે. આ લોકો બંગાળની ચૂંટણીમાં મત આવી શકે તે માટે ઉધનાસ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવી છે. ૧૩૦૦થી વધુ મુસાફરો તિરંગા સાથે ટ્રેનમાં સવાર થયાહતા. ઉધના સ્ટેશન પર વંદે માતરમ અને જય શ્રી રામના નારા લાગ્યા હતા.
સુરતથી બંગાળી મજૂરોને મત આપવા રવાના કરાયા
સુરત ભાજપ અને બંગાળી સમાજ દ્વારા કુલ ૪ સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૫૦૦૦જેટલા મતદારો પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મત આપવા જશે. પ્રથમ ટ્રેન આજે રવાના થઈ છે, જ્યારે બીજી ટ્રેન૨૪ એપ્રિલે ઉપડશે. આ ટ્રેન સીધી કોલકત્તા પહોંચશે. બંગાળની ચૂંટણીમાં ગુજરાતમાં રહેતા બંગાળી પરિવારમત આપી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરતમાં રહેતા બંગાળી લોકો પશ્ચિમ બંગાળમાં શાસન બદલવાના સંકલ્પ સાથે રવાના થયા છે. શ્રમિક વર્ગપોતાનો મત આપી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ટ્રેનમાં બંગાળ રવાના થયેલાશ્રમિકોએ કહ્યું કે, બંગાળમાં અમારે સિન્ડિકેટ રાજ ખતમ કરવું છે. સુરતમાં રહેતા બંગાળી મતદારો ભાજપનાપક્ષમાં મતદાન કરે તે માટે ફ્રીમાં ટ્રેન સેવા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે.
આ અંગે વાત કરતા બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું કે બંગાળમાં આ વખતેપરિવર્તનની લહેર છે. સુરત ભાજપ અને બંગાળી સમાજ દ્વારા ફ્રીમાં ટ્રેન સેવા રાખવામાં આવી છે. જેથી અહીંકામ કરતા મજૂરો વતન પહોંચીને મત આપી શકે.