Last Updated on by Sampurna Samachar
શિંદે-ઠાકરે ફરી એક થવાના એંધાણ
હજુ સુધી સ્પષ્ટ ચિત્ર સામે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા રાજકીય ફેરફારના એંધાણ જાેવા મળી રહ્યા છે. NCP ના બંને જૂથોના સંભવિત વિલયની ચર્ચા વચ્ચે હવે શિવસેનાના શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના એકીકરણની અટકળોએ પણ જાેર પકડ્યું છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે જૂથને સાથે આવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી પ્રતાપ જાધવે આ અંગે મહત્વનું નિવેદન આપતાં કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જૂથ શિંદે જૂથ સાથે વિલય કરી શકે છે, પરંતુ તેના માટે બાળાસાહેબ ઠાકરેના આદર્શોને સ્વીકારવાની શરત રહેશે. આ પ્રસ્તાવ અંગે ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
નિવેદન બાદ રાજકીય ચર્ચા જાગી
પ્રતાપ જાધવે જણાવ્યું હતું કે અગાઉના કેટલાક નેતાઓ શિવસેનાની મૂળ નીતિઓથી દૂર થઈ ગયા હતા, જેના કારણે તેઓ એકનાથ શિંદે સાથે ગયા હતા. તેમના જણાવ્યા મુજબ, શિંદે બાળાસાહેબ ઠાકરેના આદર્શોનું પાલન કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે જાે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાઓ પણ બાળાસાહેબ ઠાકરેના વિચારો અને આદર્શોને સ્વીકારતા હોય, તો તેમનું સ્વાગત છે. આ નિવેદન બાદ બંને જૂથોના સંભવિત એકીકરણ અંગે રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.
શિવસેનાના નેતા ચંદ્રકાંત રઘુવંશીએ પણ બંને નેતાઓના ફરી સાથે આવવાની સંભાવનાને લઈને સકારાત્મક વાત કરી છે. તેમણે કહ્યું કે જાે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ફરી એક થાય તો તે મહારાષ્ટ્ર માટે ખુશીની વાત હશે.
સાંસદ ઓમરાજ નિમ્બાલકરે પણ બંને શિવસેના જૂથો એક થાય તો તેનો લાભ સામાન્ય જનતાને થઈ શકે તેવી વાત કરી છે. જાેકે, હાલ આ અંગે કોઈ ઔપચારિક રાજકીય પ્રક્રિયા શરૂ થઈ હોવાની પુષ્ટિ થઈ નથી.
બીજી તરફ NCP ના બંને જૂથોના સંભવિત વિલયને લઈને પણ મહારાષ્ટ્રમાં ચર્ચા ચાલી રહી છે. શિવસેના UBT ના નેતા સંજય રાઉતે આ પ્રકારની અટકળો અંગે શરદ પવાર પર નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો કે આવી અફવાઓથી શરદ પવારની રાજકીય છબીને નુકસાન થઈ શકે છે. NCP ના બંને જૂથોના વિલય અંગે હજુ સુધી સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું નથી. એક તરફ સુપ્રિયા સુલેએ આવા કોઈપણ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે, તો બીજી તરફ છગન ભુજબળ અને NCP ના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે વિલયની તરફેણમાં નિવેદનો આપ્યા છે.
શિવસેના અને NCP બંનેમાં જૂથબંધી બાદ હવે ફરી એકીકરણની ચર્ચા શરૂ થતાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોની શક્યતાઓ અંગે અટકળો તેજ બની છે. જાેકે, બંને પક્ષોના નેતાઓના નિવેદનો વચ્ચે હજુ કોઈ સત્તાવાર ર્નિણય સામે આવ્યો નથી. તેથી શિંદે અને ઠાકરે જૂથ ખરેખર ફરી એક થશે કે નહીં, તે આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે.