Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્ર સરકારનો કડક ર્નિણય
નિયમોના ભંગ બદલ બિલ્ડિંગનું લિફ્ટ લાયસન્સ રદ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર સરકારે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સરક્ષાને લઇ મોટો મહત્વનો નિર્ણય લીધો છે. વાત કરીએ તો બહુમાળી ઈમારતો અને મોલ્સમાં વધતી જતી લિફ્ટ તથા એસ્કેલેટરની દુર્ઘટનાઓને અટકાવવા માટે મહારાષ્ટ્ર સરકારે અત્યંત કડક સુરક્ષા નિયમો અમલમાં મૂક્યા છે. રાજ્ય સરકારે ‘મહારાષ્ટ્ર લિફ્ટ, એસ્કેલેટર અને મૂવિંગ વોક નિયમ, ૨૦૨૬‘ જાહેર કર્યા છે.

જે અંતર્ગત હવે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો કોઈ પુખ્ત વયની વ્યક્તિની દેખરેખ વગર લિફ્ટ કે એસ્કેલેટરનો ઉપયોગ કરી શકશે નહીં. જાે કોઈ બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં આ નિયમોની અવગણના થશે, તો તેનું લિફ્ટ લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
નવા નિયમોની મુખ્ય જાેગવાઈઓ
સુરક્ષા ઉપકરણો ફરજિયાત:
તમામ લિફ્ટમાં સીસીટીવી કેમેરા, વીજળી ગુલ થાય ત્યારે સુરક્ષિત બહાર કાઢતું ઓટોમેટિક રેસ્ક્યુ ડિવાઈસ અને ઓવરલોડ પ્રોટેક્શન ડિવાઈસ (ર્ંન્ઁડ્ઢ) લગાવવા અનિવાર્ય કરાયા છે. જે જૂની લિફ્ટમાં આ સુવિધા નથી, ત્યાં એક વર્ષની અંદર આ સિસ્ટમ લગાવવી પડશે.
ઓપરેટર અને જાળવણી:
૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિને લિફ્ટ ઓપરેટર તરીકે કામ પર રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિકૃત ઠેકેદારે મહિનામાં ઓછામાં ઓછું એકવાર નિરીક્ષણ-જાળવણી કરવી પડશે અને વાર્ષિક ઓડિટ રિપોર્ટ ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્ટરને સુપરત કરવાનો રહેશે.
૨૪ કલાકમાં દુર્ઘટનાની જાણ:
લિફ્ટ કે એસ્કેલેટર સંબંધિત કોઈપણ અકસ્માત સર્જાય તો માલિક કે સંચાલકે ૨૪ કલાકની અંદર સ્થાનિક પોલીસ સ્ટેશન અને ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્ટરને ફરજિયાતપણે જાણ કરવાની રહેશે.
બંધ ઉપકરણો અંગે સ્પષ્ટતા:
બંધ પડેલા એસ્કેલેટર કે મૂવિંગ વોકનો ઉપયોગ સીડી તરીકે કરી શકાશે નહીં. ઉપરાંત, જે લિફ્ટ કે એસ્કેલેટર વપરાશમાં ન હોય તેનું વીજ જાેડાણ કાપીને તેના પ્રવેશદ્વારને યોગ્ય રીતે લોક અથવા બેરિકેડ કરવાના રહેશે. ૨૪ કલાક ઈમરજન્સી સેવા: લિફ્ટ મેન્ટેનન્સ કરતા ઠેકેદારોએ કટોકટીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે પોતાની ઓફિસ પર ૨૪ કલાક કોલ સેવા કાર્યરત રાખવી પડશે.
નવા નિયમો મુજબ, નેશનલ બિલ્ડિંગ કોડ અને ભારતીય માનક બ્યુરોના ધોરણો મુજબ સ્થાપિત થયેલી લિફ્ટને જ લાયસન્સ આપવામાં આવશે અને મશીનની સુરક્ષા જાેખમાય તેવો કોઈ ફેરફાર કરી શકાશે નહીં.