બિહાર ક્રિકેટ એસોસિએશનનુ એક્શન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

આગામી સાત દિવસમાં તપાસનો અહેવાલ સોંપવા આદેશ

તપાસ કમિટીમાં ખૂબ જ કડક અધિકારીઓને સામેલ કરાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

બિહાર ક્રિકેટમાં ભ્રષ્ટાચાર અને મેચ ફીમાં કમિશનખોરીના આરોપોને લઈને ફરી એકવાર મોટો વિવાદ સર્જાયો છે. ભાગલપુરના રણજી ખેલાડી સચિન કુમાર દ્વારા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પર મેચ ફીમાં હિસ્સો માંગવાના લગાવવામાં આવેલા ગંભીર આરોપોને બિહાર ક્રિકેટ એસોસિએશનએ અત્યંત ગંભીરતાથી લીધા છે. મામલાની ગંભીરતાને જોતાં BCA એ તાત્કાલિક એક્શન લેતા બે સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી દીધી છે. આ કમિટીને ગમે તે સંજોગોમાં આગામી સાત દિવસની અંદર પોતાનો તપાસ અહેવાલ સોંપવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે BCA ના મુખ્ય કાર્યકારી અધિકારી મનીષ રાજે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા માટે જે કમિટી બનાવી છે, તેમાં ખૂબ જ કડક અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. તપાસ ટીમમાં અજિત કુમાર પાંડેય અને મનોજ કુમાર સામેલ છે.

BCA ની તપાસ સમિતિના રિપોર્ટ પર સૌની નજર

આ હાઈ-પ્રોફાઈલ તપાસ અંગેની સત્તાવાર સૂચના પણ ભાગલપુર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના તમામ ઉચ્ચ અધિકારીઓને ઈમેઇલ દ્વારા મોકલવામાં આવી છે, જેથી તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર રહે. જો ક્રિકેટ વર્તુળોમાંથી બહાર આવી રહેલા સમાચાર અને સૂત્રોનું માનીએ તો આ તપાસ કમિટી ટૂંક સમયમાં ભાગલપુર જઈ શકે છે.

ટીમ સેન્ડિસ કમ્પાઉન્ડમાં પહોંચીને કેસ સાથે સંકળાયેલા તમામ પક્ષકારો, પીડિત ખેલાડી અને આરોપી અધિકારીઓની સામ-સામે પૂછપરછ કરી શકે છે. બીજી તરફ BCA ના આ કડક વલણ બાદ ભાગલપુર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કેમ્પમાં હડકંપ મચી ગયો છે અને એસોસિએશનના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાલમાં આ વિવાદ અંગે કેમેરા કે મીડિયા સામે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર વિવાદ ગત શુક્રવારે ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે ભાગલપુરના સેન્ડીસ કમ્પાઉન્ડ સ્થિત ઐતિહાસિક ક્રિકેટ મેદાનમાં રણજી ખેલાડી સચિન કુમાર અચાનક આમરણ અનશન બેસી ગયો હતો. તેણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ડૉ. જયશંકર ઠાકુર પર માનસિક ઉત્પીડન અને ભ્રષ્ટાચારનો સીધો આરોપ લગાવ્યો હતો. સચિને આરોપ લગાવ્યો હતો કે, ‘મારી પાસે રણજી મેચ ફીનો અડધો ભાગ માંગવામાં આવ્યુ હતું અને જ્યારે મેં પૈસા આપવાનો ઈનકાર કર્યો, તો મારા કરિયર અને રમવાના માર્ગમાં વિવિધ અવરોધો ઉભા કરવામાં આવે છે.‘

એક હોનહાર ખેલાડી દ્વારા સેન્ડીસ કમ્પાઉન્ડ જેવા મેદાનમાં અનશન પર બેસવું અને મેચ ફીમાં કાપ મૂકવાના આરોપોએ બિહાર ક્રિકેટની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા હતા. આ મામલો સોશિયલ મીડિયા અને મીડિયામાં જોર પકડ્યા બાદ જ BCA એ બેકફૂટ પર આવીને આ તપાસનો ર્નિણય લેવો પડ્યો હતો. હવે રમતપ્રેમીઓથી લઈને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓની નજર BCA ની આ તપાસ સમિતિના રિપોર્ટ પર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એન્ટી કરપ્શન યૂનિટના આ રિપોર્ટના આધારે દોષિત ઠરેલા અધિકારીઓને ભારે સજા થઈ શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.