Last Updated on by Sampurna Samachar
અજાણી યુવતીએ ખેંચ્યો અભિષેક શર્માનો હાથ
જયપુરમાં ટીમ હોટલમાંથી બહાર નીકળતી વખતે એક યુવતીએ તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૫ એપ્રિલના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL ૨૦૨૬ની ૩૬મી મેચ રમાઈ હતી. મેચ માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રાજસ્થાન પહોંચી હતી. આ દરમિયાન ટીમ હોટલની બહાર સ્ટાર ઓપનર અભિષેક શર્મા સાથે એક વિચિત્ર ઘટના બની.

આ ઘટનાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેદાનની બહારની આ વિચિત્ર ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ
આ ઘટના ત્યારે બની જ્યારે અભિષેક શર્મા ટીમના બાકીના ખેલાડીઓ સાથે ટીમ હોટલમાંથી બહાર નીકળી રહ્યો હતો. તે સમયે એક યુવતીએ અભિષેક શર્માનો હાથ પકડી લીધો હતો અને તેને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. યુવતીની હરકતથી અભિષેક અસ્વસ્થ દેખાતો હતો.
જો કે, હોટેલમાં હાજર સુરક્ષા ગાર્ડ્સે તરત જ દરમિયાનગીરી કરી અને તેનો હાથ છોડાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો સામે આવ્યા પછી ચાહકોના વર્તન અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો કહે છે કે ખેલાડીની પ્રશંસા કરવાનો મતલબ એ નથી કે તેમના અંગત જીવનમાં દખલ કરવી જોઈએ, આ ઘટના સુરક્ષાનું ઉલ્લંઘન છે. એક યુઝર્સે કહ્યું કે આવા લોકો કેવી રીતે અને ક્યાંથી આવે છે ? જ્યારે બીજાએ લખ્યું આ સંપૂર્ણપણે ખોટું છે તમારે કોઈનો હાથ પકડીને તેને ખેંચવો ન જોઈએ.
રાજસ્થાન રોયલ્સ દ્વારા નિર્ધારિત ૨૨૯ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતી વખતે શરૂઆતમાં કોઈ દબાણનો અનુભવ થયો નહીં. ઇશાન કિશન (૩૧ બોલમાં ૭૪ રન) અને અભિષેક શર્મા (૨૯ બોલમાં ૫૭ રન)એ ૧૩૨ રનની ધમાકેદાર ભાગીદારી કરી જેણે મેચનું પાસું સંપૂર્ણપણે બદલી નાખ્યું.
તેઓએ પાવરપ્લે દરમિયાન રોયલ્સના બોલિંગ આક્રમણને સંપૂર્ણપણે તોડી નાખ્યું. જાેકે બંને સેટ બેટ્સમેન મિડલ ઓવરો દરમિયાન આઉટ થઈ ગયા હતા, હેનરિક ક્લાસેન અને નીતિશ કુમાર રેડ્ડીના મૂલ્યવાન યોગદાનને કારણે જીઇૐએ ફક્ત ૧૮.૩ ઓવરમાં ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કર્યો.