અભિષેક શર્માએ બનાવ્યો વધુ એક વર્લ્ડ રેકોર્ડ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અભિષેક શર્માએ ક્રિસ ગેલ અને એરોન ફિન્ચનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

રેકોર્ડ હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

IPL ૨૦૨૬માં અભિષેક શર્મા એક પછી એક શાનદાર પ્રદર્શન દ્વારા સતત પોતાની ક્ષમતા સાબિત કરી રહ્યોછે, જે દર્શાવે છે કે ICC T૨૦ રેન્કિંગમાં તે વિશ્વના નંબર વન બેટ્સમેનનું બિરુદ શા માટે ધરાવે છે. T૨૦ક્રિકેટમાં અભિષેક શર્માએ હવે કયો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

IPL ૨૦૨૬ની ૩૧મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝ ર્સહૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદના યુવા ઓપનરઅભિષેક શર્માએ તેની કારકિર્દીની બીજી સદી ફટકારતા ઘણા મોટા રેકોર્ડ તોડ્યા. અભિષેકે ફક્ત ૬૮ બોલમાં૧૩૫ રનની અસાધારણ અણનમ ઇનિંગ રમી. તેણે ઇનિંગમાં ૧૦ ચોગ્ગા અને ૧૦ છગ્ગા ફટકાર્યા હતા.

ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો

મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી. પરિણામે હૈદરાબાદે માત્ર બે વિકેટ ગુમાવીને૨૪૨ રનનો મોટો સ્કોર બનાવ્યો. અભિષેકની સદી ઉપરાંત દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હેનરિક ક્લાસેને માત્ર૧૩ બોલમાં ૩૭ રનની ધમાકેદાર ઇનિંગ રમીને દિલ્હીના બોલરોને હંફાવ્યા હતા.

અભિષેક શર્માએ T ૨૦ ક્રિકેટમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અભિષેક T ૨૦ કારકિર્દીમાં ચોથી વખત એકઇનિંગમાં ૧૩૦થી વધુ રન બનાવ્યા છે. પહેલા તેણે ગયા વર્ષે આઈપીએલ દરમિયાન પંજાબ કિંગ્સ સામે૧૪૧ રનની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. વધુમાં ગયા વર્ષે અભિષેકે મુંબઈમાં યોજાયેલી ઇંગ્લેન્ડ સામેનીટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે ૧૩૭ રનની ઇનિંગ રમી હતી. તો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાનતેણે બંગાળ સામે પંજાબ ટીમ માટે માત્ર ૫૨ બોલમાં ૧૪૮ રનની શાનદાર ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો.

અભિષેક શર્મા અનોખો રેકોર્ડ હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના પૂર્વખેલાડી ક્રિસ ગેલ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ દ્વારા અગાઉ બનાવેલ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.

T ૨૦ ક્રિકેટમાં ૧૩૦થી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ટોપ પર નજર કરીએ તો, ભારતનો અભિષેક શર્માહવે ટોપ પર છે. બીજા સ્થાને વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ અને ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ છે, જ્યારે ત્રીજા સ્થાનેસંયુક્ત રીતે પાંચ ખેલાડીઓ છે, જેમણે બે વાર સિદ્ધિ હાંસલ કરી છે. ખેલાડીઓમાં ન્યુઝીલેન્ડના પૂર્વકેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ, ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ, ભારતના શ્રેયસ ઐયર, ન્યુઝીલેન્ડના ફિન એલન અનેપાકિસ્તાનના સાહિબજાદા ફરહાનનો સમાવેશ થાય છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.