Last Updated on by Sampurna Samachar
બોરલાઇ ગામે ૮૦ ભેંસોના કરુણ મોતથી અરેરાટી
સ્થાનિક તંત્ર દ્રારા યોગ્ય રીતે દફન વિધી કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બોરલાઇ ગામે પૂરના પાણીમાં અબોલ જીવોની કરૂણ દશા અને પશુ માલિકની બેદરકારીનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પૂરના ધસમતા પાણી વચ્ચે તબેલામાં બાંધેલા ૮૦ પશુઓ ડૂબી જતા મોતને ભેટતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આટલી મોટી દુર્ઘટના બાદ પશુ માલિકે મૃતદેહોને અયોગ્ય નિકાલની કારણે આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભું થયું છે. વાડીમાં ખાડો ખોદી એક પર એક મૃતદેહોને દાટી દીધા બાદ હવે ચોમેરે દુર્ગંધ ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આખરે સફળતા જાગેલા સ્થાનિક તંત્ર દ્રારા યોગ્ય રીતે દફન વિધી કરવા કવાયત આદરી છે.

ઉમરગામ તાલુકામાં બે દિવસ સુધી ભારે વરસાદને કારણે જળહોનતર થતા જનજીવન તો પ્રભાવિત બન્યું હતું પણ અબોલ જીવો પણ પૂરના પાણીમાં તણાયા બાદ અનેકને મોત થયા હતા. ત્યારે ભિલાડના બોરલાઇ ગામે આવેલા તબેલામાં પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં બાંધેલી ૮૦ ભેંસો તણાઈને ડુબી જતા મોતને ભેટી હતી.
પશુમાલિકે રાચોરાત મૃત પશુઓને વાડીમાં દાટી દીધા હતા
એકસાથે ૮૦ અબોલ પશુઓના મોતને પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પશુઓની કરૂણતા એ હતી કે પાણી ઘુસ્યા ત્યારે તમામ બાંધેલી હાલતમાં હોવાથી પોતાના બચાવ માટે ભાગી શક્યા નહી અને તબેલામાં જ પાણીમાં ડૂબીને કાળનો કોરિયો બની ગયા હતા. આ ઘટનાને પગલે પશુ પાલકો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
એક સાથે ૮૦ પશુઓના મોત બાદ પશુ માલિકે રાતોરાત પોતાની વાડીમાં એક મોટો ખાડો ખોદીને ૮૦ મૃત પશુઓને એક પર એક ગોઠવી દાટી દેવામાં આવ્યા હતા. હવે ખાડામાંથી પશુઓની લાશ બહાર આવ્યા બાદ ચોમેરે અસહ્ય દુર્ગંધ ફેલાતા પશુ માલિકની ભોપાળા અને બેદરકારી બહાર આવી છે. મૃતદેહો સમય જતા સડવા લાગતાં જમીનમાંથી તીવ્ર દુર્ગંધ મારવા લાગી છે. જેને કારણે ગામલોકોની હાલત કફોડી બની છે.
ખુલ્લામાં આડેધડ દાટેલી અને હવે અડધી સડી ગયેલી હાલતમાં બહાર આવી ગયેલી ૮૦ પરની લાશનો સલામત રીતે પુન: નિકાલ કરવોએ સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર બની ગયો છે. ગામલોકોએ પશુ માલિકની અક્ષમ્ય બેદરકારીને લઇ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. આખરે સફળા જાગેલા સ્થાનિક તંત્ર દ્રારા યોગ્ય રીતે દફન વિધી કરવા કવાયત આદરી છે.