Last Updated on by Sampurna Samachar
માછીમારોએ સમયસૂચકતાથી લોકોના જીવ બચ્યાં
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી કિનારે બોટ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. વાત કરીએ તો બોટ અચાનક પલટી મારી જતાં ૭ લોકો ડૂબ્યા હતા. જ્યાં હૃદયકંપાવનારી ઘટનાના લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્થાનિક લોકો અને માછીમારો પોતાના જીવના જાેખમે ડૂબી રહેલા લોકોને બચાવતા નજરે પડે છે.

ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને કિનારે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. બોટ પલટતાં જ આસપાસના સ્થાનિક માછીમારો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા અને સાહસ બતાવીને ડૂબી રહેલા સાત પૈકી ૬ લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા.
બોટમાં સવાર ૧ બાળક હજુ પણ લાપતા હોવાની માહિતી
માછીમારો દ્વારા હાથ ધરવામાં આવેલી આ બચાવ કામગીરીથી મોટી જાનહાનિ ટળી હતી. બોટમાં સવાર ૧ બાળક હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોળ ચાલુ.હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે પારડી પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક માછીમારોના કાફલા દ્વારા સંયુક્ત રીતે સઘન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.