Last Updated on by Sampurna Samachar
ગુરુદ્વારા-પોલીસ હેડક્વાર્ટર ઓવરબ્રિજને મંજૂરી
સાંસદ દ્વારા લોકસભામાં કરાયેલી રજૂઆત રંગ લાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણાના નાગરિકો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. મહેસાણા શહેરના ભાગ ૧ અને ભાગ ૨ને જાેડતા અત્યંત મહત્વપૂર્ણ એવા ગુરુદ્વારાથી પોલીસ હેડક્વાર્ટર સુધીના પ્રસ્તાવિત ઓવરબ્રિજને રેલવે વિભાગ દ્વારા સત્તાવાર રીતે લીલી ઝંડી આપવામાં આવી છે. રેલવેની આ મંજૂરી મળવાથી હવે આ બ્રિજ નિર્માણનો રસ્તો બિલકુલ સાફ થઈ ગયો છે.

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પાછળ સ્થાનિક સાંસદ હરિભાઈ પટેલની સક્રિય રજૂઆતો રંગ લાવી છે. ગત ૩૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ લોકસભામાં શૂન્યકાળ દરમિયાન સાંસદ દ્વારા આ પ્રશ્ન વિશે વિશેષ રજૂઆત કરવામાં આવી હતી.
પ્રોજેક્ટનુ નિર્માણ જલ્દી શરુ થાય તેવી અપેક્ષા
ત્યારબાદ રેલવે મંત્રાલય દ્વારા સકારાત્મક અભિગમ દાખવીને આ મોટો અને ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો છે, જેનાથી મહેસાણાવાસીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
આ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ મહેસાણા શહેરના મુખ્ય માર્ગો પરથી ટ્રાફિકનું ભારે ભારણ નોંધપાત્ર રીતે ઘટી જશે. મહેસાણા શહેરના બંને મહત્વના વિસ્તારો વચ્ચે સીધી અને અત્યંત સુગમ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓનો સમય પણ બચી શકશે.
રેલવે વિભાગ તરફથી મંજૂરી મળી ગયા બાદ હવે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આગળની તમામ વહીવટી અને ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ વહેલી તકે આ ડ્રીમ પ્રોજેક્ટનું પ્રત્યક્ષ નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે તેવી અપેક્ષા છે