Last Updated on by Sampurna Samachar
ગુજરાતમાં નગરપાલિકા–પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ
રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીક્રિષ્નાએ કરી ૯૯૯૨ બેઠકો માટેની જાહેરાત : OBC અનામત સાથે યોજાશે ચૂંટણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત મુજબ, ૧૫ મહાનગરપાલિકા, ૮૪નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની કુલ ૯૯૯૨ બેઠકો માટે આગામી ૨૬ એપ્રિલનારોજ ઈફસ્ થી મતદાન યોજાશે અને ૨૮ એપ્રિલે મતગણતરી થશે.

આ જાહેરાતની સાથે જ રાજ્યભરમાં આદર્શઆચારસંહિતા અમલમાં આવી ગઈ છે. નવી OBC અનામત લાગુ થયા બાદ આ પહેલી મોટી ચૂંટણી છે, જેમાંઅંદાજિત ૪ કરોડ ૧૮ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સમગ્ર પ્રક્રિયા ૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
૬ એપ્રિલ: ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે
૧૧ એપ્રિલ: ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
૧૩ એપ્રિલ: ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે
૧૫ એપ્રિલ: ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ
૨૬ એપ્રિલ: સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે
૨૭ એપ્રિલ: જાે કોઈ કારણસર જરૂર પડે તો પુન: મતદાન (રી–પોલિંગ) થશે
૨૮ એપ્રિલ: તમામ બેઠકો માટે મતગણતરી અને પરિણામ
ક્યાં કેટલી બેઠકો પર જામશે ચૂંટણી જંગ
આ વખતે સમગ્ર રાજ્યમાં કુલ ૯૯૯૨ બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતરશે.
મહાનગરપાલિકા (મનપા): જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની ૧૫ મનપાની કુલ ૧૦૪૪ બેઠકો પર ચૂંટણીયોજાશે.
નગરપાલિકા: ૭ નવી નગરપાલિકાઓના ઉમેરા સાથે કુલ ૮૪ નગરપાલિકાની ૨૬૨૪ બેઠકો માટે મતદાન થશે.
જિલ્લા પંચાયત: ૩૪ જિલ્લા પંચાયતની ૧૦૯૦ બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં ૨૪ જિલ્લા પંચાયતોની હદમાં(સીમાંકનમાં) ફેરફાર કરાયો છે, જ્યારે ૯ માં કોઈ ફેરફાર થયો નથી.
તાલુકા પંચાયત: ૨૬૦ તાલુકા પંચાયતની ૫૨૩૪ બેઠકો પર ચૂંટણી યોજાશે. ૧૦૯ તાલુકા પંચાયતમાં માત્રરોટેશન સિવાય કોઈ ફેરફાર નથી કરાયો, પણ ૫૩ તાલુકા પંચાયતોના સીમાંકન બદલવામાં આવ્યા છે.
આ ચૂંટણી ૧૭ ફેબ્રુઆરીની ડ્રાફ્ટ યાદી અને નવી ડ્રાફ્ટ યાદી મુજબ યોજાવા જઈ રહી છે. ચૂંટણીપંચના ડેટા પ્રમાણે:
રાજ્યમાં નોંધાયેલા કુલ ૪ કરોડ ૪૦ લાખ મતદારોમાંથી ૪ કરોડ ૧૮ લાખ ૮૭ હજાર મતદારો મતદાન કરવામાટે સત્તાવાર રીતે લાયક છે.
કુલ મતદારોમાં ૨ કરોડ ૧૬ લાખ પુરુષો અને ૨ કરોડ ૨ લાખ મહિલા મતદારો છે.
જો વિસ્તાર પ્રમાણે જાેઈએ તો, મનપા વિસ્તારોમાં ૧.૧૦ કરોડ, નગરપાલિકા વિસ્તારોમાં ૩૩.૬૬ લાખ અનેતાલુકા–જિલ્લા પંચાયતના વિસ્તારોમાં ૨.૭૫ કરોડ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે.
ગુજરાત સરકારે હાલમાં જે ૮ નવી નગર પાલિકાને મહા નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખતકોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ–કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર,અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલકોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યનીનજર ટકેલી છે.
આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરીકમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની ૭ બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવામજબૂર કરશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકનઅને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતા જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકશાહી ઢબે નવાજનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.