Last Updated on by Sampurna Samachar
NHAI કર્મચારીઓએ ખંડણી માંગી , માંગ ન સંતોષાતા વિડીયો વાયરલ
૮ દિવસ સુધી નેતા પાસેથી પૈસા માંગતા રહ્યા કર્મચારીઓ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના મંદસૌરના ભાજપ નેતાના હાઈવે પર સેક્સકાંડ વીડિયોએ સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ ભાજપમાં પણ ખળભળાટ મચાવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ નેતા પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કર્મચારીએ નેતા પાસે ખંડણી માંગી હતી. પરંતુ માંગ ન સંતોષાતા તેણે વીડિયો વાયરલ કર્યો હતો.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પોતાની મહિલા મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધનાર મનોહરલાલ ધાકડને જામીન મળ્યા હતા. પોલીસે તેની મહિલા મિત્રની ઓળખ કરી લીધી છે અને તેની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ભાજપે પણ મનોહર લાલ ધાકડથી પણ અંતર બનાવી લીધું છે. આ કેસમાં, પોલીસે વીડિયો વાયરલ કરવા બદલ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓને નોટિસ ફટકારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૧૩ મેના રોજ દિવસ અને રાત્રિ ફરજ પર તૈનાત તમામ કર્મચારીઓની યાદી માંગવામાં આવી છે.
NHAI ના કર્મચારીઓ દ્વારા વાયરલ કરાયો વિડીયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ રસ્તા પર શારીરિક સંબંધોનો વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી શકે છે. આ માટે, NHAI પાસેથી દિવસ-રાત તૈનાત કરાયેલા તમામ અધિકારીઓની યાદી માંગવામાં આવી છે. એકવાર ઓળખ થઈ ગયા પછી, પોલીસ કાર્યવાહી કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેતાજી અને તેમની મહિલા મિત્રનો વીડિયો NHAI ના કર્મચારીઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અગાઉ કર્મચારીઓ ૮ દિવસ સુધી ધાકડ પાસેથી પૈસા માંગતા રહ્યા અને જ્યારે મામલો ઉકેલાયો નહીં ત્યારે પહેલા ૨૨ મેના રોજ સ્ક્રીનશોટ વાયરલ કરવામાં આવ્યો અને થોડા સમય પછી આખો વીડિયો વાયરલ કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટના અંગે, મંદસૌરના એસપી અભિષેક આનંદે NHAI ઓથોરિટીને નોટિસ ફટકારી હતી, ત્યારબાદ NHAI એ કંટ્રોલ રૂમમાં તૈનાત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.