Last Updated on by Sampurna Samachar
નેતાએ વિડીયોને રાજકીય કાવતરું ગણાવ્યું
વિડીયો વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધ સહકારી શુગર મિલના ચેરમેન બબ્બન સિંહ રઘુવંશીનો એક અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વીડિયોમાં બબ્બન રઘુવંશી એક ડાન્સરના ખોળામાં બેસીને કિસ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો બિહારમાં એક જાનનો છે. જ્યાં મહિલા ડાન્સર સાથે બબ્બન સિંહની હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ છે.
જોકે, વીડિયો વાયરલ થતાં ભાજપ (BHAJAP) ના નેતા બબ્બન સિંહ રઘુવંશીએ તેને રાજકીય કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ પાર્ટીના જૂના અને સમર્પિત કાર્યકર્તા છે. હું ૭૦ વર્ષનો છું. પરિવહન મંત્રી દયા શંકર સિંહ મારા સંબંધી છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં હું ટિકિટ માટે દાવેદાર છું. એટલા માટે મારી છબી ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે.
વિડીયો લગભગ ૨૦ દિવસ જૂનો હોવાની માહિતી
કહેવાય છે કે, આ વીડિયો લગભગ ૨૦ દિવસ જૂનો છે અને આ ઘટના બિહારની એક જાનમાં થઈ હતી. જ્યાં રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. વીડિયોમાં બબ્ન સિંહ એક મહિલા ડાન્સરના ખોળામાં બેઠેલા છે અને તેમની સાથે વાંધાજનક રીતે વ્યવહાર કરતા દેખાય આવે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બબ્બન સિંહને લઈને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.