Last Updated on by Sampurna Samachar
AC માંથી ત્રણ સાપ નીકળતાં પરિવારમાં દોડધામ
સાપનું રેસ્ક્યૂ કરવા જીવદયા ટીમને બોલાવવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડના પારડીમાં રેલવે ફળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારના મકાનમાં અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં પરિવારે ગરમીમાં ઠંડક માટે AC લગાવ્યું ત્યાં તો લોકોની જગ્યાએ AC માં સાંપ દેખાતા પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી.

ગુજરાતમાં આકાશમાંથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીને કારણે જનજીવનને મોટી અસર પહોંચી છે. આકરી ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે વધી રહેલી ગરમીમાં અબોલા જીવ પણ ઠંડક મેળવવા મથી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે. વલસાડમાં એક મકાનમાં લગાવેલા AC માંથી ત્રણ સાપ નીકળતાં પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી.
AC મશીન ખોલીને ત્રણેય સાપનું રેસ્ક્યૂ કરાયું
વાત કરીએ તો AC માં સાંપ દેખાતા પરિવાર દ્વારા સાપનું રેસ્ક્યૂ કરવા માટે જીવદયા ટીમને બોલાવવામાં આવી હતી. જેણે AC મશીન ખોલીને ત્રણેય સાપનું રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારે ત્રણ સાપ AC માં કેવી રીતે ઘૂસ્યા તે અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.