વીડિયો થયો વાયરલ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઈકાના સ્ટેડિયમમાં ફેન્સ વચ્ચે મારામારી, વરસાવ્યા મુક્કા

વાયરલ વીડિયોમાં જો શકાય છે કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને નીચે પટકી દીધો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

IPL ૨૦૨૬ માં બુધવારે ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ફેન્સ વચ્ચે ભયંકર લડાઈ થઈ હતી, બંને એકબીજાને લાતઘુચા મારવા લાગ્યા હતા. એકે તો બીજા વ્યક્તિને નીચે પટકી દીધો, તે ફરીથી ઉભો થઈનેઆવ્યો અને લડવા લાગ્યો. દરમિયાન એક વ્યક્તિ ચપ્પલથી મારવા લાગ્યો હતો. ઘટના લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ મેચ દરમિયાન બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈરહ્યો છે.

IPL ૨૦૨૬ ની ૩૨મી મેચ લખનૌ અને રાજસ્થાન વચ્ચે ઇકાના સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં રાજસ્થાને ૪૦રનથી જીત મેળવી હતી. મેચ દરમિયાન બે વ્યક્તિઓ અંદરોઅંદર લડવા લાગ્યા હતા. પાસે બેઠેલા એક વ્યક્તિએ ઘટના પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધી, જે ઝડપથીવાયરલ થવા લાગી.

જેના કારણે તે નીચેની લાઈનમાં જઈને પડ્યા

વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિને નીચે પટકી દીધો, જેના કારણે તે નીચેનીલાઈનમાં જઈને પડ્યો. તે ફરીથી ઉભો થઈને આવ્યો અને તેને મારવા લાગ્યો, દરમિયાન એકે ચપ્પલ કાઢીલીધી અને મારવાનું શરૂ કર્યું. વચ્ચે આવેલા એક વ્યક્તિએ સિક્યુરિટીને બૂમ પાડી, દરમિયાનઆસપાસના લોકો દૂર ખસવા લાગ્યા હતા.

મુકાબલાની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સએ પ્રથમ બેટિંગકરતા ૧૫૯ રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ ૪૩ રનની અણનમ ઇનિંગ રમી હતી. પિચ બોલરોને મદદ કરીરહી હતી, તેથી ૧૬૦ રનનો લક્ષ્યાંક સરળ હતો. જો કે, ચેઝ દરમિયાન લખનૌ પાસેથી સારા પ્રદર્શનનીઆશા હતી, પરંતુ આખી ટીમ ૧૧૯ રનમાં સમેટાઈ ગઈ હતી. આયુષ બદોની, રિષભ પંત અને એડન માર્કરમશૂન્ય રને આઉટ થયા હતા, મિશેલ માર્શે ૫૫ રનની શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ તે જીત માટે પૂરતી નહોતી.

જાેફ્રા આર્ચરે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. બ્રિજેશ શર્મા અને નાન્દ્રે બર્ગરને વિકેટ મળી હતી. રવીન્દ્રજાડેજાએ નિકોલસ પૂરન તરીકે એક વિકેટ લીધી હતી, તેમને તેમની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ મેચજાહેર કરવામાં આવ્યા હતો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.