Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કરી રોહિત શર્માએ
CM એ રોહિત શર્માને અભિનંદન પાઠવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમના હિટમેન એટલે કે રોહિત શર્મા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન પર મળ્યા હોવાની માહિતી મળી છે. જ્યાં મુખ્યમંત્રીએ રોહિત શર્માને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા બદલ વ્યક્તિગત રીતે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે હિટમેનની ૧૨ વર્ષથી વધુની શાનદાર ટેસ્ટ કારકિર્દીની પણ પ્રશંસા કરી હતી.
વાત કરીએ મુખ્યમંત્રી ફડણવીસે રોહિત સાથેની મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જોકે, આ બેઠક પછી અનેક પ્રકારની ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. રોહિત શર્મા (ROHIT SHARMA) ના રાજકારણમાં પ્રવેશ અંગે પણ ચર્ચા થઈ રહી છે.
CM ફડણવીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું
આ પોસ્ટ પર ઘણા યુઝર્સે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે તેઓ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. તે જ સમયે, એક યુઝરે લખ્યું – એવું લાગે છે કે તે રાજકારણમાં જોડાવા જઈ રહ્યા છે. એક યુઝરે એમ પણ લખ્યું કે રોહિત ભાવિ વડાપ્રધાન છે. મુખ્યમંત્રી ફડણવીસે લખ્યું- મારા સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે ભારતીય ક્રિકેટર રોહિત શર્માનું સ્વાગત કરવું, તેમને મળવાનું અને તેમની સાથે વાત કરવાનું ખૂબ જ સારું લાગ્યું. હું તેમને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ માટે શુભકામનાઓ પાઠવું છું અને તેમની સફરના આગામી પ્રકરણમાં સતત સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવું છું.
તમને જણાવી દઈએ કે ૭ મેના રોજ, ૩૮ વર્ષીય રોહિતે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ગયા વર્ષે T20I માંથી નિવૃત્તિ લીધા પછી, રોહિત ભારત માટે ફક્ત ODI માં સક્રિય ક્રિકેટર રહેશે. રોહિતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું – બધાને નમસ્તે, હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું, સફેદ બોલ અને જર્સીમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું ર્ંડ્ઢૈં ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.