Last Updated on by Sampurna Samachar
૨૨, ૨૩,૨૫ અને ૨૬ જૂનના રોજ અતિભારે વરસાદની આગાહી
શાળાઓમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને પડી મુશ્કેલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડમાં અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે જન જીવન પર તેની અસર પડી રહી છે. ત્યારે વરસાદને કારણે ઘણા સ્થાનો પર લેન્ડ સ્લાઈડની ઘટનાઓ સામે આવી હતી. શિમલાના જતોડમાં પિક-અપ ગાડી પર કટમાળ પડવાથી વાહન પુરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. પંડોહના શહીદ ઈંદર સિંહ મિડલ સ્કુલમાં પણ પાણી ભરાવાની માહિતી મળી હતી. જેનાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ રસ્તાઓને ફરી ચાલુ કરવાનું કામ ચાલુ છે. હવામાન કેન્દ્રએ રાજ્યના ઘણા વિસ્તારોમાં ૨૨, ૨૩,૨૫ અને ૨૬ જૂનના રોજ ભારેથી અતિભારે વરસાદને કારણે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે ઘણા સ્થાનો પર ઓરેંજ એલર્ટ તો કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ૮૪.૭ મિમી નાહનમાં નોંધાયો, આ પછી પંડોહમાં ૩૫ મિમી, સ્લેપરમાં ૨૬.૪ મિમી, સરાહનમાં ૨૦.૫ મિમી, વાંવટા સાહિબમાં ૧૯.૮ મિમી, રામપુરમાં ૧૫ મિમી વરસાદ નોંધાયો. સુંદરનગર, શિમલા અને કાંગડામાં ગરજીને વરસાદ વરસ્યો હતો.