Last Updated on by Sampurna Samachar
મોંઘવારી ભથ્થું ૫૮ ટકાથી વધીને ૬૦ ટકા થયું
કર્મચારીઓને મોંઘવારીના આ સમયમાં મોટી રાહત મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ખુશખબર છે. વધતી મોંઘવારી વચ્ચે યોગી સરકારે રાજ્યના કર્મચારીઓને એક શાનદાર ભેટ આપી છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાના વધારાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ મોટા ર્નિણય બાદ હવે રાજ્યના કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું ૫૮ ટકાથી વધીને ૬૦ ટકા થઈ ગયું છે.

અપર મુખ્ય સચિવ નાણાં, દીપક કુમારે આ અંગે સત્તાવાર આદેશ જાહેર કરી દીધા છે. સરકારના આ પગલાથી માત્ર કર્મચારીઓના હાથમાં આવતા પગારમાં જ બમ્પર વધારો નહીં થાય, પરંતુ તેમના ઘરનું માસિક બજેટ પણ ઘણું મજબૂત થશે.
૫,૦૦૦ રૂપિયા સુધીનો મોટો વધારો જોવા મળશે
નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ આદેશનો લાભ ઉત્તર પ્રદેશના આશરે ૧૬ લાખ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને લાખો પેન્શનર્સને મળશે. આ ર્નિણયથી રાજ્યની તિજોરી પર વધારાનો નાણાકીય બોજ ચોક્કસપણે વધશે, પરંતુ કર્મચારીઓને મોંઘવારીના આ સમયમાં મોટી રાહત મળશે.
મોંઘવારી ભથ્થાની ગણતરી હંમેશા કર્મચારીના બેઝિક પગારના આધારે કરવામાં આવે છે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે, આ ૨% ના વધારાથી તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા વધશે. ધારો કે કોઈ કર્મચારીનો બેઝિક પગાર ૩૫,૦૦૦ રૂપિયા છે, તો ૫૮% મોંઘવારી ભથ્થા (ડ્ઢછ) અનુસાર, તેમને પહેલા ૨૦,૩૦૦ રૂપિયા મળતા હતા. હવે ૬૦% અનુસાર ૨૧,૦૦૦ રૂપિયા મળશે. આ હિસાબે દર મહિને તેમના પગારમાં ૭૦૦ રૂપિયાનો સીધો ફાયદો થશે.
આની સાથે જ જાન્યુઆરીથી લઈને એપ્રિલ સુધીનું મોટું એરિયર્સ પણ ખાતામાં એકસાથે આવશે. તેવી જ રીતે જે વરિષ્ઠ અધિકારીઓનો બેઝિક પગાર ૧ લાખ રૂપિયા કે તેથી વધુ છે, તેમના માસિક પગારમાં ૨,૦૦૦ રૂપિયાથી લઈને ૫,૦૦૦ રૂપિયા સુધીનો મોટો વધારો જોવા મળશે.