Last Updated on by Sampurna Samachar
રાજ્યસભા ચૂંટણી ૨૦૨૬ માટે ભાજપની જાહેરાત
ઉત્તરાખંડથી દિનેશ આર્યને ટિકીટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યસભા ચૂંટણી ૨૦૨૬ માટે બે મહત્વના ઉમેદવારોની ઘોષણા કરી હતી. ભાજપે ઉત્તરાખંડથી દિનેશ આર્યને તક આપી તો પશ્ચિમ બંગાળથી રૂક્મિણી મલિકને ટિકિટ આપી છે.

મહત્વની વાત એ છે કે કોયલ પહેલા તૃણમૂલ કોંગ્રેસનો હિસ્સો હતા અને હવે તેઓ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. તૃણમૂલ કોંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદ બનેલા કોયલ મલિકે થોડા સમય પહેલા જ રાજ્યસભા સીટ પરથી રાજીનામું આપ્યું હતું, હવે આ વખતે મ્ત્નઁ એ તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
રાજ્ય વિધાનસભામાં ભાજપ પાસે મજબૂત બહુમતી
કોયલ મલિકે એપ્રિલ મહિનામાં શપથ લીધા હતા અને જુલાઈ મહિનામાં ચોમાસુ સત્રની શરૂઆત પહેલા રાજીનામું આપી દીધું હતું, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ તરીકે કોયલ મલિકે એક પણ દિવસ સત્રમાં ભાગ લીધો નહોતો.
ભાજપે દિનેશ આર્યને ઉત્તરાખંડથી રાજ્યસભા ઉમેદવાર બનાવ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા તેમને ટિકિટ મળવી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
દિનેશ આર્ય ભાજપના નૈનીતાલ જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમને ઉત્તરાખંડમાં રાજ્યમંત્રીનો દરજ્જાે પણ મળેલો છે.
આ પહેલા ચર્ચા હતી કે તેઓ પાછલી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા. જાેકે હવે પાર્ટીએ મોટો ઉપહાર આપ્યો છે. રાજ્યસભાની ૧૨ સીટો પર ઇલેક્શન થવાના છે. તેમાં ઉત્તર પ્રદેશની ૧૦ સીટો સામેલ છે. જ્યારે ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળની એક-એક સીટ પર વોટિંગ થશે. રાજ્યસભામાં કુલ ૨૪૫ સીટો છે. તેમાં ૨૪૨ સીટો ભરાયેલી છે અને ૩ સીટો ખાલી છે. ભાજપ પાસે અત્યારે ૧૧૬ સાંસદ છે. હવે ૧૬ ઓક્ટોબરે વોટિંગ અને કાઉન્ટિંગ કરાવવામાં આવશે.
ઉત્તરાખંડના કિસ્સામાં, રાજ્ય વિધાનસભામાં ભાજપ પાસે મજબૂત બહુમતી છે. પરિણામે, પક્ષ ત્યાં પોતાની બેઠક જાળવી રાખવા માટે મજબૂત સ્થિતિમાં જણાય છે. તેવી જ રીતે, પશ્ચિમ બંગાળના સંદર્ભમાં પણ, રાજ્ય વિધાનસભામાં પોતાની બહુમતિના કારણે પક્ષ રાજ્યસભાની બેઠક જીતવા માટે સારી સ્થિતિમાં છે.