Last Updated on by Sampurna Samachar
પાર્ટી અને પરિવારમાં કોઇ પણ ભુમિકામાં તે નહીં રહે
છેલ્લા ૧૨ વર્ષથી એક રિલેશનશિપમાં રહીએ છીએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદે પોતાના દીકરા તેજ પ્રતાપ યાદવની પાર્ટીમાંથી ૬ વર્ષ માટે હકાલપટ્ટી કરી છે. તેમણે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી હતી. લાલૂ યાદવે કહ્યું, ” અંગત જીવનમાં નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવું આપણા સામાજિક ન્યાય માટે સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે.
મોટા દીકરાની પ્રવૃત્તિ, લોક આચરણ અને ગેરજવાબદારીપૂર્વકનું વર્તન અમારા પારિવારિક મૂલ્યો અને સંસ્કારોને અનુરૂપ નથી. તેથી ઉપરોક્ત પરિસ્થિતિઓને ધ્યાને રાખી તેને પાર્ટી અને પરિવારમાંથી દૂર કરું છું. હવેથી તે પાર્ટી અને પરિવારમાં તેની કોઈપણ પ્રકારની કોઈ ભૂમિકા નહીં રહે. તેને પાર્ટીમાંથી ૬ વર્ષ માટે નિષ્કાસિત કરવામાં આવે છે.”
તેજ પ્રતાપે પોતાના પ્રેમ સબંધ વિશે પોસ્ટ કરી
પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે આગળ લખ્યું કે, ” પોતાના જીવનમાં સારુ ખરાબ અને ગુણ-દોષ જાેવામાં તે પોતે સક્ષમ છે. તેની સાથે જે પણ લોકો સંબંધ રાખશે તે પોતાની વિવેક બુદ્ધિથી ર્નિણય લે, લોકજીવનમાં લોકલાજનો હું સદૈવ હિમાયતી રહ્યો છું. પરિવારના આજ્ઞાકારી સભ્યોએ સાર્વજનિક જીવનમાં એજ વિચારને અંગીકાર કરી અનુસરણ કર્યું છે ”
ઉલ્લેખનીય છે કે, RJD ના નેતા અને બિહારના પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી. પોસ્ટમાં તેજ પ્રતાપે પહેલી વાર જાહેરમાં પોતાની પ્રેમિકા અનુષ્કા યાદવ સાથે પોતાના સંબંધનો સ્વીકાર કર્યો હતો.
પોસ્ટની શરૂઆતમાં તેજ પ્રતાપ લખે છે કે, “હું તેજ પ્રતાપ યાદવ અને મારી સાથે આ તસવીરમાં જે દેખાઈ રહી છે, તેનું નામ અનુષ્કા યાદવ છે. અમે બંને છેલ્લા ૧૨ વર્ષોથી એકબીજાને જાણીએ છીએ અને પ્રેમ પણ કરીએ છીએ. અમે લોકો છેલ્લા ૧૨ વર્ષથી એક રિલેશનશિપમાં રહીએ છીએ.” તેજ પ્રતાપે આગળ લખ્યું કે, તેઓ લાંબા સમયથી આ વાત સૌની સામે રજૂ કરવા માંગતા હતા, પણ તેમને સમજાતું નહોતું કે કેવી રીતે કહીએ. તેમણે કહ્યું કે, આજે તેમણે હિંમત કરીને ફેસબુકના માધ્યમથી પોતાના દિલની વાત શેર કરી હતી.
જોકે, ત્યાર બાદ પોસ્ટ ડિલીટ કરી નાખવામાં આવી અને પછી તેજ પ્રતાપ યાદવે આ પોસ્ટને અફવા ગણાવતા કહ્યું કે, AI નો ઉપયોગ કરી ખોટી રીતે એડિટ કરીને પોસ્ટ કરવામાં આવી છે. આ તેના પરિવારને બદનામ કરવાનો પ્રયત્ન છે.
તેજ પ્રતાપ યાદવે પોતાની પોસ્ટમાં લખ્યું, મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને હેક કરી મારી તસવીરોમાં AI નો ઉપયોગ કરી ખોટી રીતે એડિટ કરી મને અને મારા પરિવારને પરેશાન તેમજ બદનામ કરવામાં આવી રહ્યો છે. હું મારા શુભચિંતકો અને ફોલોવર્સને અપીલ કરું છું કે, તે સાવચેત રહે અને કોઈપણ અફવા પર ધ્યાન આપે નહીં. આ વિવાદ પાર્ટી અને પરિવાર વચ્ચે વધતો ગયો અને હવે તેને રાજદમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.