Last Updated on by Sampurna Samachar
વાણી વર્તન અને પાર્ટીને હાનિ પહોંચે તેવું કૃત્ય
પોલીસે હર્ષદ ચૌધરી સહિત ૩ શખ્સોની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપે પોતાના જ ભ્રષ્ટાચારી નેતાઓ સામે એક્શન લેવાની શરૂઆત કરી છે. ત્યારે સુરતમાં ભાજપના ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા છે. ભાજપ જિલ્લા પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કર્યાં છે.
ભાજપ દ્વારા ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવતાં રાજકારણ ગરમાયું છે. વાણી વર્તન અને પાર્ટીને હાનિ પોહચે તેવું કૃત્ય કરાતા પાર્ટી દ્વારા તેને સસ્પેન્ડ કરાયા છે. તાત્કાલિક અસરથી સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે. હર્ષદ ચૌધરીનું નામ બોરસદ-ડેગડીયા ગામે ૯ ઓરડાના બદલે ૮ ઓરડા બનાવી એક ઓરડામાં ૫ લાખથી વધુનો ભ્રષ્ટાચારમાં સામેલ છે. વિપક્ષની રજુઆત બાદ તંત્ર દ્વારા તપાસ કરી માંગરોળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. હાલ હર્ષદ ચૌધરી જેલના સળિયા પાછળ છે.
આશ્રમ શાળાનાં મંજૂર ઓરડામાં જોલ કર્યો હોવાનો આરોપ
વાત કરીએ તો સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે ફરિયાદ નોંધાતા ધરપકડ કરવામાં આવી હતી. આશ્રમ શાળાનાં મંજૂર ૯ ઓરડા માંથી ૮ ઓરડા જ બનાવ્યાનો આરોપ તેના પર છે. માંગરોળના દેગડિયા ગામે આવેલી આશ્રમ શાળાનાં મંજૂર ૯ ઓરડામાંથી ૮ ઓરડા જ બનાવ્યા હોવાનો આરોપ કરાયો છે. આ ઘટનામાં બોરસદ દેગડીયા ગ્રામ પંચાયતનાં સરપંચ, તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને પોલીસે હર્ષદ ચૌધરી સહિત ૩ શખ્સોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે સુરતનાં માંગરોલ પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો છે. સાથે જ બોરસદ દેગડિયા પંચાયતનાં સરપંચ, તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપ છે કે બોરસદ દેગડિયા ગામે સરકાર દ્વારા આશ્રમ શાળાનાં નવા ૯ ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા.
પરંતુ, ૯ ઓરડાને બદલે ૦૮ ઓરડા જ બનાવામાં આવ્યા છે.ભાજપના નેતા હર્ષદ ચૌધરીએ સરપંચ અને તલાટી સાથે મળી આશ્રમ શાળાનો એક આખો ઓરડો ચાવ કરી ૫ લાખથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો છે. વિપક્ષની રજૂઆત બાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા આ ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. આ મામલે માંગરોલ તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. પોલીસે પણ હર્ષદ ચૌધરી સહિતના શખ્સો સામે ગુનો દાખલ કરીને તેની અટક કરી છે.