Last Updated on by Sampurna Samachar
વિદેશ પ્રવાસમાં થરૂરના નિવેદન પર ઉઠાવ્યો વાંધો
કોંગ્રેસ નેતાઓ દ્વારા ભારે વિરોધ બાદ થરૂરનો જવાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના સાંસદ શશિ થરૂર પોતાના જ પક્ષના નેતાઓની ટીકાઓનો ભોગ બન્યા છે. જેનો જવાબ આપતાં થરૂરે નેતાઓને અતિ ઉત્સાહી ગણાવ્યા છે. તેમજ થરૂરે પોતાની પાસે અન્ય ઘણા કામો હોવાનું કહી તેમના કટાક્ષોની અવગણના કરી હતી. કોંગ્રેસ નેતા ઉદિત રાજે શશિ થરૂરના વિદેશ પ્રવાસ દરમિયાન આપવામાં આવેલા એક નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો અને તેમને ભાજપ (BHAJAP) ના સુપર પ્રવક્તા ગણાવ્યા હતા.
શશિ થરૂરે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની પનામા મુલાકાત દરમિયાન એક નિવેદન આપ્યું હતું કે, ભારત સરકારે તાજેતરના વર્ષોમાં પોતાની વિચારસરણી બદલી છે. જેથી આતંકવાદીઓને અનુભવ થઈ ગયો છે કે, તેમણે ભારત પર હુમલાની કિંમત ચૂકવવી પડશે.
મારા ટીકાકારો મારા શબ્દોને તોડી-મરોડી રજૂ કરશે : થરૂર
શશિ થરૂરે સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, પહેલીવાર ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી ન્ર્ંઝ્ર ક્રોસ કરી આતંકવાદીઓના ઠેકાણાં પર હુમલા કર્યા હતા. કારગિલની લડાઈમાં પણ અમે બોર્ડર ક્રોસ કરી ન હતી. પરંતુ આ વખતે અમે માત્ર બોર્ડર ક્રોસ કરી છે. પાકિસ્તાનની મધ્યમમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાંને ટાર્ગેટ બનાવ્યા છે.
થરૂરની આ ટીપ્પણી પર કોંગ્રેસ નેતા ઉદિત રાજે સવાલો ઉઠાવ્યા હતા કે, કોંગ્રેસ સાંસદ શશિ થરૂર ભાજપના સુપર પ્રવક્તા બની ગયા છે. જે વસ્તુ ભાજપના નેતાઓ નથી બોલી રહ્યા, તે થરૂર પીએમ મોદી અને સરકાર વિશે બોલી રહ્યા છે. શું તેમને જાણ છે કે, પાછળની સરકારે શું કર્યું હતું? તે ભારતીય સશસ્ત્ર બળનો આશરો લઈ રહ્યા છે. શશી થરૂર ભાજપના પ્રચાર વિભાગના પ્રવક્તા બન્યા છે.
ઉદિત રાજની ટીકા બાદ શશી થરૂરે સામો જવાબ આપતાં કહ્યું કે, X પર પોસ્ટ કરી હતી કે, પનામામાં એક લાંબા અને સફળ દિવસ બાદ મારે મધ્યરાત્રિએ જ કોલંબિયા માટે જવા નીકળવાનું છે. આથી મારી પાસે સમયન નથી. પરંતુ જે અતિ ઉત્સાહી મારા નિવેદનની ટીકા કરી રહ્યા છે. તેમને જણાવી દઉ કે, હું માત્ર આતંકવાદી હુમલા વિરૂદ્ધ જવાબી કાર્યવાહી મુદ્દે બોલી રહ્યો હતો. ભૂતકાળના યુદ્ધ વિશે નહીં. મેં એવુ જણાવ્યું છે કે, ભૂતકાળમાં આતંકવાદી હુમલાનો જવાબ આપતી વખતે આપણે LOC અને આંતરરાષ્ટ્રીય સરહદોનું ધ્યાન રાખ્યું હતું. પરંતુ હવે આપણી વિચારસરણી બદલાઈ છે. પરંતુ હંમેશાની જેમ ટ્રોલર્સ અને મારા ટીકાકારો મારા શબ્દોને તોડી-મરોડી રજૂ કરશે. પરંતુ મારી પાસે કરવા માટે બીજુ ઘણુ બધુ છે.