Last Updated on by Sampurna Samachar
પુરૂષ મિત્રના કારણે ડિપ્રેશનમાં આવી આવુ પગલુ ભર્યુ
નવસારી ગ્રામ્ય પોલીસ જાણવા જોગ નોંધવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારીમાં પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં સમલૈંગિક સંબંધમાં પુરુષ મિત્રએ અચાનક વાત બંધ કરી દેતાં શખ્સે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ, યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નવસારીના ગણદેવી વિસ્તારમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ૩૦ વર્ષીય યુવક છેલ્લાં ૭ વર્ષથી પોતાના પુરૂષ મિત્ર સાથે પ્રેમ સંબંધમાં હતાં. જોકે, કોઈ કારણોસર મિત્રએ અચાનક વાત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તે મિત્રને મળવા તેના ઘરે પહોંચ્યો હતો પરંતુ, મિત્ર ઘરની બહાર ન આવતા તે રોષે ભરાયો અને ઘરે જતો રહ્યો હતો. ત્યારે મિત્ર સાથે સંપર્ક ન સાધી શકાતા તેણે ડિપ્રેશનમાં આવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
હાલ તેની તબિયતમાં સુધારો
આ મામલે પરિવારને જાણ થતાં યુવકની માતા અને સંબંધીઓ દ્વારા તેના તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, હાલ તેની તબિયતમાં સુધારો છે. હાલ આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા જાણવા જોગ નોંધ લખવામાં આવી છે.