Last Updated on by Sampurna Samachar
દારૂનું સ્ટેન્ડ પોલીસ સ્ટેશનથી માત્ર ૧ કિલોમીટર દૂર
કથિત વીડિયો વાયરલ થતાં પોલીસ કામગીરી સામે સવાલ ઉઠ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં દારૂના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. પાટણના હારીજમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવતો એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કથિત વીડિયો વાયરલ થતાં જ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે.

પાટણના હારીજમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો કથિત વીડિયો સામે આવ્યો છે.જેમાં બસ સ્ટેન્ડ સામે હાઈવે પર ખુલ્લેઆમ વિદેશી દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે,આ દારૂનું સ્ટેન્ડ પોલીસ સ્ટેશનથી માત્ર ૧ કિલોમીટર દૂર હોવાનું જણાઈ રહ્યું છે.
લોકહિતમાં દારૂના વેચાણ પર રોક લગાવવાની માંગ ઉઠી
પોલીસની રહેમ નજર હેઠળ આ ધંધો ચાલી રહ્યો હોવાનું આ કથિત રીતે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. યુવાધન દારૂના રવાડે ચડી રહ્યું હોવાના આક્ષેપ સાથે લોકહિતમાં દારૂના વેચાણ પર રોક લગાવવાની માંગ ઉઠી છે.