Last Updated on by Sampurna Samachar
RCB એ પ્લેઓફમાં પ્રવેશતાં જ કરી જાહેરાત
મુઝરાબાની ઘણા સમયથી IPL માં રમવા માંગતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL માં RCB છેલ્લી ૬ સીઝનમાં પાંચમી વખત નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ્યું છે. ત્યારે પ્લેઓફમાં પહોંચતાની સાથે જ તેણે એક મોટો ર્નિણય લીધો છે. RCB એ દક્ષિણ આફ્રિકાના લુંગી ન્ગીડીના સ્થાને ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાની (Muzarabani) નો ટીમમાં સમાવેશ કર્યો છે. આ સિઝનમાં NGIDI એ RCB માટે માત્ર એક જ મેચ રમી છે. તે ૧૧ જૂનથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં જોડાવા માટે પ્લેઓફ પહેલા રવાના થશે. તેને તેની ભૂતપૂર્વ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તક મળી. તે મેચમાં લુંગી એન્ગિડીએ ૩ વિકેટ લીધી હતી.
મુઝારાબાની ૭૫ લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં RCB સાથે જોડાશે. તેણે અત્યાર સુધીમાં ઝિમ્બાબ્વે માટે ૭૦ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને ૭૮ વિકેટ લીધી છે. મુઝારાબાનીએ ૧૨ ટેસ્ટ અને ૫૫ વનડે પણ રમી છે. તે ૨૬ મે પહેલા RCB માટે રમી શકશે નહીં.
RCB એ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો
મુઝરાબાની ઘણા સમયથી IPL માં રમવા માંગતો હતો. તેણે ઘણી વખત હરાજી માટે પોતાનું નામ પણ આપ્યું, પરંતુ કોઈએ તેના માટે બોલી લગાવી નહીં. હવે RCB એ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જો મુઝારાબાનીને મેચમાં RCB જર્સી પહેરવાની તક મળે, તો તે સિકંદર રઝા, રે પ્રાઇસ અને તાતેન્ડા તૈબુ પછી IPL માં રમનાર ચોથો ઝિમ્બાબ્વેનો ખેલાડી બનશે.