ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ કેમ થયા ગુસ્સે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર ભડક્યો ખેલાડી

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

(સંપૂર્ણ સમાચાર સેવા)

IPL 2026 ના રોમાંચક ક્વોલિફાયર-૧માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ગુજરાત ટાઇટન્સને ૯૨ રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહેલા ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ એક પત્રકારના સવાલ પર ખરાબ રીતે ગુસ્સે થઈ ગયા હતા. સવાલ સાંભળતા જ ફિલિપ્સે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “આ શું બકવાસ સવાલ છે?” હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સવાલ સાંભળતા જ ફિલિપ્સનો પારો ચડી ગયો

ધર્મશાલાના રમણીય સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-સ્ટેક મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૫૪ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. ટીમ વતી રજત પાટીદારે માત્ર ૩૩ બોલમાં અણનમ ૯૩ રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ગુજરાતના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. પોતાની આ ઇનિંગ દરમિયાન પાટીદારે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. આ ઉપરાંત વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ પણ ઉપયોગી યોગદાન આપીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.

૨૫૫ રનના કપરા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેથી જ નિયમિત અંતરે વિકેટો ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. કેપ્ટન શુભમન ગિલ પણ આ મહત્ત્વની મેચમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. મધ્યમ ક્રમના બેટર્સ પણ ક્રીઝ પર ટકી શક્યા નહોતા, પરિણામે આખી ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૬૨ રન જ બનાવી શકી અને ગુજરાતે ૯૨ રનથી મેચ ગુમાવવી પડી હતી.

મેચ પૂરી થયા બાદ ગુજરાત ટાઇટન્સ વતી ગ્લેન ફિલિપ્સ મીડિયાને સંબોધવા આવ્યા હતા. આ દરમિયાન એક રિપોર્ટરે તેમને સવાલ પૂછ્યો કે, “શું ૨૫૦થી વધુ રનના ટાર્ગેટના દબાણને કારણે ટીમની માનસિકતા પર અસર પડી હતી અને એટલે જ હાર થઈ?” આ સવાલ સાંભળતા જ ફિલિપ્સનો પારો ચડી ગયો હતો.

રિપોર્ટરને રોકતા ગ્લેન ફિલિપ્સે રોષે ભરાઈને કહ્યું, “આ બહુ ખરાબ અને બકવાસ સવાલ છે. કોઈ પણ એવું વિચારીને નથી જતું કે ‘તમને ખબર છે કે અમે પહેલેથી જ હાર માની લીધી છે?’ અમે પ્રોફેશનલ ક્રિકેટર્સ છીએ. જો અમે દબાણથી આટલા ડરી જતા હોત, તો ક્યારેય આ સ્તર સુધી પહોંચી જ ન શક્યા હોત. અમે હંમેશા દરેક મેચ જીતવાના મક્કમ ઇરાદા સાથે જ મેદાનમાં ઉતરીએ છીએ.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “્૨૦ ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે અને અહીં કંઈપણ શક્ય છે. અમને છેલ્લી ઘડી સુધી વિશ્વાસ હતો કે અમે આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ પાવરપ્લેમાં જ શરૂઆતની વિકેટો પડી જવાને કારણે અમે મેચમાં વાપસી ન કરી શક્યા.”

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.