શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં મોટો ફેરફાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બોર્ડના ચેરમેન શમ્મી સિલ્વાએ આપ્યું રાજીનામું

દેશના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે બોર્ડમાં ફેરફાર પર ભાર મુક્યા બાદ સિલ્વાએ આ ર્નિણય લીધો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં  મોટો ફેરફાર થયો છે. લાંબા સમય સુધી બોર્ડના ચેરમેન તરીકે સેવા આપનારા શમ્મી સિલ્વાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દેશના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે બોર્ડમાં ફેરફાર પર ભાર મુક્યા બાદ સિલ્વાએ આ ર્નિણય લીધો હતો. સિલ્વા ૨૦૧૯થી શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ચેરમેન હતા.

તેમની સાથે અન્ય અધિકારીઓએ પણ એક સાથે રાજીનામા આપ્યા છે. આ રાજીનામા તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવ્યા છે.SLC દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શ્રીલંકા ક્રિકેટના ચેરમેન શમ્મી સિલ્વાએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

રાજીનામું આપવાનો ર્નિણય લેવામાં આવ્યો

તેમની સાથે SLC એક્ઝિક્યુટિવ કમિટીના પદાધિકારીઓ અને સભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. નિવેદનમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે, ચેરમેન અનુરા કુમારા દિસાનાયકે અને માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રી સુનીલ કુમારા ગામગેને આ ર્નિણયની ઔપચારિક રીતે જાણ કરવામાં આવી છે.

આ રાજીનામા ૨૮ એપ્રિલ, મંગળવારના રોજ યોજાયેલી SLC એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બાદ આપવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન શમ્મી સિલ્વાની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા તેમના સંબંધિત પદ પરથી સામૂહિક રીતે રાજીનામું આપવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

શ્રીલંકા સરકાર હવે વચ્ચેના સમયગાળા માટે બોર્ડનું સંચાલન કરવા માટે એક વચગાળાની સમિતિની નિમણૂક કરે તેવી અપેક્ષા છે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ સંસદ સભ્ય એરન વિક્રમારત્ને કરે તેવી શક્યતા છે. આ નવી સેટઅપમાં પૂર્વ ક્રિકેટરો સિદાથ વેટ્ટીમુની અને રોશન મહાનામાને પણ સુધારાઓના અમલીકરણને ઝડપી બનાવવા માટે ભૂમિકાઓ સોંપવામાં આવી શકે છે. જો  કે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એવા અહેવાલો છે કે તેમને બોર્ડની જવાબદારી સોંપવામાં આવશે.

શમ્મી સિલ્વાએ પહેલીવાર ફેબ્રુઆરી ૨૦૧૯માં બોર્ડના ચેરમેનનું પદ સંભાળ્યું હતું. તેમના પહેલા થિલાંગા સુમતિપાલાએ જીન્ઝ્રના ચેરમેન તરીકે સેવા આપી હતી. સુમતિપાલાને પોતે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં સુમતિપાલાના વફાદાર માનવામાં આવતા, સિલ્વાએ સતત ચાર બોર્ડ ચૂંટણીઓ જીતીને પોતાનું સ્થાન મજબૂત કર્યું. હકીકતમાં ત્રણ વખત તેઓ SLC ના ચેરમેનતરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

જો કે, તેમના કાર્યકાળ દરમિયાન શ્રીલંકાની પુરુષ અને મહિલા બંને ટીમોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જ્યારે ટીમો આ સમયગાળા દરમિયાન એશિયા કપ ટાઇટલ જીતવામાં સફળ રહી, તેઓ  ઇવેન્ટ્સમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા. આ મહિનાની શરૂઆતમાં ગેરી કર્સ્ટનને શ્રીલંકન ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.