Last Updated on by Sampurna Samachar
ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો
આ બનાવ અંગે ફરીયાદી દ્વારા મેઘપર પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર નજીક મોટી ખાવડી પાસે હાઇવે પર મારામારીનો બનાવ, બન્યો છે અને ત્રણથી વધુ શખ્સો સામેખેડત યુવાન પર હુમલા અંગે ગુનો નોંધાયો છે.મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૨૯૬(બી), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવ તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૯:૦૦ વાગ્યાની આસપાસ મોટી ખાવડી ખાતે લોર્ડ્સ હોટલ સામે જામનગર–જામખંભાળીયાહાઇવે રોડ પર બન્યો હતો.મળતી માહિતી મુજબ, ફરીયાદી ખેડૂત યુવાન અવેશ હાસમશા શેખ (ઉંમર ૨૦, વર્ષ, રહે. દલતુંગી ગામ, તા. લાલપુર) ઇકો ગાડીમાં મુસાફરી દરમિયાન સીટ ઉપર બેસવાની બાબતે એક હિન્દી ભાષી વ્યક્તિ સાથેબોલાચાલી થઈ હતી.
આ બોલાચાલીની અદાવત રાખી આરોપીએ મોટી ખાવડી પાસે લોર્ડ્સ હોટલ સામે ઇકોગાડી રોકાવી હતી, ત્યારબાદ તેના સાથેના અન્ય બે–ત્રણ ઇસમો હાથમાં ધોકા લઈને આવી ફરીયાદી પર હુમલોકર્યો હતો.આ હુમલામાં ફરીયાદીને ડાબા પગમાં ધોકાના આડેધડ ઘા મારી ઇજા પહોંચાડવામાં આવી હતીતેમજ ગાળો આપી આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યોહતો. આ બનાવ અંગે ફરીયાદી દ્વારા મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.